AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Health: ગાજરની પ્યુરી બાળકો માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેની રેસિપી

બાળકો માટે ગાજરની પ્યુરી ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી બાળકોનું પેટ પણ ભરાય છે અને તેની પ્યુરી બાળકોને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. જો તમે પણ શિયાળામાં તમારા બાળકને ગાજરની પ્યુરી આપવા માગો છો તો આ રેસિપી અનુસરો.

Child Health: ગાજરની પ્યુરી બાળકો માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેની રેસિપી
carrot puree
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 8:10 PM
Share

શિયાળા (Winter)ની ઋતુ ચાલી રહી છે, ગાજર પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. ગાજર ખૂબ પૌષ્ટિક (Nutritious) હોય છે અને તેમાં પોટેશિયમ, વિટામિન સી અને પ્રોવિટામિન A હોય છે. તેની વિશેષતા એ છે કે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઉપરાંત તે આંખોને સ્વસ્થ રાખવામાં અસરકારક છે અને તેથી તેને પોષક તત્વો યુક્ત ખોરાક માનવામાં આવે છે.

બીજી તરફ જો આપણે ફક્ત બાળકોના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તે તેમના માટે પણ ખૂબ ફાયદાકારક છે. બાળકો માટે તેને પ્યુરી (Carrot puree) તરીકે આપવુ શ્રેષ્ઠ છે. તેનાથી બાળકો (Children)નું પેટ પણ ભરાય છે અને તેની પ્યુરી બાળકોને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે.

જોવામાં આવ્યું છે કે માતાઓ તેમના બાળકોને ઘન ખોરાક ખવડાવવાની શરુઆત કરતી વખતે ઘણીવાર મૂંઝવણ અનુભવે છે. આવી સ્થિતિમાં બાળકોને નક્કર ખોરાક આપવા માટે ગાજરની પ્યુરીની મદદ લઈ શકાય છે, કારણ કે તે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આની બીજી વિશેષતા એ છે કે તે કુદરતી રીતે મીઠી હોય છે અને બાળકોને તેનું ટેક્સચર ખૂબ જ ગમે છે. તેમજ તેને બનાવવું પણ એકદમ સરળ છે. જો તમે પણ શિયાળામાં તમારા બાળકને ગાજરની પ્યુરી આપવા માગો છો તો આ રેસિપી અનુસરો.

સામગ્રી

થોડું ગાજર પાણી શાકભાજીખાંડ (ઈચ્છા મુજબ)

રેસીપી

સૌ પ્રથમ ગાજર લો અને તેને સારી રીતે ધોઈ લો. આમ કરવાથી તેમાંથી માટી નીકળી જશે. હવે ગાજરને છોલીને બીજી બાજુ એક તપેલીમાં પાણી ગરમ કરો. આ ગરમ પાણીમાં ગાજરના ટુકડા નાખો. લગભગ 15 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો. હવે ગાજરના ટુકડાને ગરમ પાણીમાંથી અલગ કરો. ગરમ ગાજરને ઠંડા પાણીથી ધોઈ લો. બાફેલા ગાજરને મિક્સ કરો અને મેશ કરતી વખતે થોડું-થોડું પાણી ઉમેરતા રહો. જો તમે ઈચ્છો તો તેમાં બ્રોકોલી અથવા અન્ય લીલા શાકભાજી પણ ઉમેરી શકો છો. તમારી પ્યુરી તૈયાર છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ  Health: વિટામિન Dની ઉણપથી છો પરેશાન ? આ રીતે દૂર થશે સમસ્યા

Follow Us
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">