કોરોના જ્ઞાનશાળા: શું ભારતમાં કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે?
વેક્સિન અને બૂસ્ટર ડોઝને લઈને પ્રશ્નો લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે. ત્યારે આવા સવાલોના જવાબ લોકો સુધી પહોંચી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે.
કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી દરરોજ દેશભરમાં 45 હજારના આસપાસ નવા કેસ આવે છે. આ ઉપરાંત વેક્સિનને લઈને પણ કામગીરી ચાલુ છે. કોરોના સંક્રમણથી બચવા માટે હાલમાં એક જ વિકલ્પ છે અને એક છે વેક્સિન. વેક્સિનને લઈને પણ લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થતા હોય છે. આવા સમયે લોકોના મનમાં એ પણ સવાલ છે કે શું વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે કે નહીં.
વિશ્વના ઘણા દેશોમાં બંને વેક્સિન બાદ બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. આવા સમયે ચાલો જાણીએ કે ભારતમાં વેક્સિનનો બૂસ્ટર ડોઝ વિશે શું પ્લાન છે. વેક્સિન અને બૂસ્ટર ડોઝને લઈને પ્રશ્નો લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે. ત્યારે આવા સવાલોના જવાબ લોકો સુધી પહોંચી રહે તે માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયાની અલગ અલગ સાઈટ્સ પર માહિતી આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિડીયો સ્વરૂપે સવાલના જવાબ રજુ કરાયા છે. ચાલો આજે આપણે જાણીએ એ કે,
શું કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે?
આ પ્રશ્નનો જવાબ વિડીયોમાં COVID 19 વર્કિંગ ગ્રુપ, NTAGI ના ચેરમેન ડો.એન.કે. અરોરા આપી રહ્યા છે. તેઓ જણાવે છે કે, ‘વેક્સિન લીધા બાદ આપણા શરીરમાં બે પ્રકારની રોગપ્રતિકારક ક્ષમતા પેદા થાય છે. એક પ્રત્યક્ષ, જેને માપી શકાય છે. તેને એન્ટીબોડી કહેવામાં આવે છે. બીજી હોય છે અપ્રત્યક્ષ પ્રતિરોધક ક્ષમતા હોય છે. જે મુખ્ય સુરક્ષા પ્રદાન કરે છે. તેથી માત્ર એન્ટીબોડી માપવી અને તે નીચે થઇ જાય તો ચિંતા કરવી યોગ્ય નથી. અત્યાર સુહ્ડી આપણા દેશમાં જે સાર્સ ઉપલબ્ધ છે. અને લગાવેલી વેક્સિન તેમજ આંકડા પ્રમાણે દેશના લોકોમાં એન્ટીબોડી ખુબ સારી છે.’
ડોકટરે આગળ જણાવ્યું કે, ‘વેક્સિનના કારણે કોરોનાનું ગંભીર સ્વરૂપ અને મૃત્યુનું જોખમ ખુબ ઘટી જાય છે. તેથી હાલમાં બૂસ્ટર આપવાનું જરૂરીયાત હમણાં નથી લાગી રહી. અન્ય દેશોમાં લગાવવામાં આવે છે આપણા દેશમાં બૂસ્ટર ડોઝ વિશે સંશોધનો ચાલી રહ્યા છે. અને તેના રિપોર્ટ આધારે નિર્ણય લેવામાં આવશે.’
જાહેર છે કે ત્રીજી લહેરનું સંકટ વધી રહ્યું છે આ સમયે બચવા માટે સાવચેતી ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત બાળકોને લઈને માતા પિતા વધુ ચિંતામાં છે. હવે વેક્સિનને લઈને પણ ખુબ જાગૃતિ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કઈ ઉંમરના બાળકોમાં કોરોનાના કયા લક્ષણો જોવા મળે છે?
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના? જાણો તમારા આ સવાલનો સચોટ જવાબ