Rajiv Dixit Health Tips: આ બે-ત્રણ ફેરફાર દૈનિક જીવનમાં લાવવાથી વજનમાં થશે ઘટાડો, જાણો રાજીવ દીક્ષિતે જણાવ્યા ઉપાય, જુઓ Video
વજન વધવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો છે. આવી સ્થિતિમાં વજન કેમ વધે છે તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ શુ છે.

વજન વધવાથી દર બીજો વ્યક્તિ પરેશાન છે. હકીકતે તેની પાછળનું મુખ્ય કારણ તમારી લાઈફસ્ટાઈલ છે. એવામાં મોટાભાગના લોકોના ભોજન અને એક્સરસાઈઝની આદત ખરાબ થઈ જાય છે. કલાકો સુધી એક જ જગ્યા પર કામ કરવું, જાડાપણાનું મુખ્ય કારણ છે. તે ઉપરાંત પણ અમુક એવી વાતો છે જેના કારણે વજન વધે છે. એવામાં તમને જાણકારી હોવી જોઈએ કે આખરે વજન કેમ વધે છે. જેથી સમય રહેતા તમે તેમાં સુધાર કરી શકો. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવાય છે.
આ પણ વાચો: Rajiv Dixit Health Tips: શું તમને પણ વારંવાર થઈ જાય છે લૂઝ મોશન, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય
જાણીતા આયુર્વેદિક રાજીવ દીક્ષિતે જણાવ્યું કે, વજન ઘટાડવા માટે નવશેકું પાણી ઘૂટડે ઘૂટડે પીવુ જોઈએ, જેથી તમારે વજનમાં ઘટાડો થઈ શકે છે, કોઈ પ્રાણાયામ, યોગ કરવાની જરૂર નથી ફક્ત ઘૂટડે ઘૂટડે પાણી પીવાથી તમે વજનમાં 50 ટકાથી વધારે ઘટાડો કરી શકો છે, તમે કુતરાને ઘણી વખત કુતરાને પાણી પીતા જોયુ હશે, તે પણ એક પછી એક ઘૂટડો પાણી પીવે છે.
માણસ રાત્રે 12 વાગ્યે પણ ખાતો રહે છે
જ્યારે મોટા ભાગના પક્ષી પણ એક એક ઘૂટડો કરીને પાણી પીવે છે. જ્યારે પક્ષીઓ ક્યારેય રાત્રે નથી ખાતા જ્યારે માણસ રાત્રે 12 વાગ્યે પણ ખાતો રહે છે, જ્યારે પક્ષી ક્યારેય ખાવાની સાથે પાણી પીતી નથી, સવારે ખાધુ હોય તો બપોરે પાણી પીવે છે, પાણી સાથે ક્યારે ખાવાનું નથી ખાતી, દરેક પ્રાણી આ નિયમોનું પાલન કરે છે, જ્યારે ભેસ પણ આ નિયમનું પાલન કરે છે.
જમ્યા બાદ પાણી પીધુ મતલબ ઝેર પી લીધુ
માણસ જમવાની સાથે વધારે પાણી પીવે છે, ક્યારેક એક, બે અને પાચ ગ્લાસ પાણી પણ પી જાય છે, આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે, જમ્યા બાદ પાણી પીધુ મતલબ ઝેર પી લીધુ, જમ્યા બાદ તરત પાણી ન પીવુ જોઈએ, દોઢ અથવા બે કલાક બાદ પાણી પીવુ જોઇએ.
ચા સાથે સવારની શરૂઆત કરનારાઓને 68 બિમારીઓ થાય
નવશેકું પાણી પાણી ઘૂટડે ઘૂટડે પીવુ જોઈએ અને સવારની શરૂઆત પાણી સાથે કરો ચા સાથે નહિ, જે લોકો સવારમાં ચા પીવે છે અને જે લોકો દિવસની શરૂઆત પાણી સાથે કરે છે તેમનામાં જમીન આકાશનો ફરક છે, ચા સાથે સવારની શરૂઆત કરનારાઓને 68 બિમારીઓ થાય છે, સવારમાં ઉઠતાની સાથે ઓછામાં ઓછુ એક ગ્લાસ તો પાણી પીવુ જોઇએ, પણ જો બે કે ત્રણ ગ્લાસ પાણી પીવો તો વધારે સારૂ છે. પાણી પીવાથી મોટો આતરડા અને નાના આતરડા બન્ન સાફ થઈ જાય છે, અને બન્ને આતરડા સાફ હશે તો જીંદગીમાં થનારી મોટા ભાગની બિમારી થશે નહિં.
થાયરોઈડથી પણ વધે છે વજન
થાયરોઈડ હોવાના કારણે પણ તમારૂ વજન વધવા લાગે છે. હકીકતે, આ બીમારીના કારમે મેટાબોલિઝમ કમજોર થવા લાગે છે. જેના કારણે બોડીનું વજન વધે છે.
ડાયાબિટીસના કારણે પણ વજન વધે છે
ડાયાબિટીસના દર્દીઓનું પણ વજન વધે છે. આ દર્દીઓને જોયા હશે કે સતત તેમનું વજન વધવા લાગે છે. એવામાં આ દર્દીઓને ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે.
ઓઈલી ફૂડ
મોટા ભાગના વ્યક્તિ કહે છે કે ઓઈલી ફૂડ ન ખાવું જોઈએ. ટેસ્ટના ચક્કરમાં ખાઈ તો લો છો પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારું નથી. આવી સ્થિતિમાં આવા ખોરાકથી દૂર રહેવું જોઈએ જેથી વજન ન વધે.