Brain Stroke: બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો દેખાય કે તરત જ હોસ્પિટલ પહોંચો, વિલંબ પડી શકે છે ભારે

|

Feb 24, 2022 | 6:46 AM

સ્ટ્રોક બે પ્રકારના હોય છે. પહેલો બ્લડ ક્લોટ સ્ટ્રોક અને બીજો બ્રેઈન હેમરેજ છે. સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાંનું એક ગંભીર માથાનો દુખાવો છે. દર્દી યોગ્ય રીતે બોલી શકતો નથી. તેની જીભ લથડવા લાગે છે. શરીર સુન્ન થઈ જાય છે

Brain Stroke: બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો દેખાય કે તરત જ હોસ્પિટલ પહોંચો, વિલંબ પડી શકે છે ભારે
Brain-stroke (symbolic image )

Follow us on

દેશમાં દર વર્ષે 18 લાખ લોકો બ્રેઈન સ્ટ્રોક (Brain Stroke) નો શિકાર બને છે. લગભગ 30 ટકા લોકો તેનાથી મૃત્યુ પામે છે. માહિતીના અભાવ અને હોસ્પિટલમાં પહોંચવામાં વિલંબ એ સ્ટ્રોકથી મૃત્યુનું મુખ્ય કારણ છે. ડૉક્ટરોનું કહેવું છે કે સ્ટ્રોકના લક્ષણો શરીરમાં દેખાય કે તરત જ તાત્કાલિક સારવારની જરૂર છે. આ માટે જરૂરી છે કે લોકો આ રોગ વિશે જાગૃત બને. આવો જાણીએ નિષ્ણાતો પાસેથી બ્રેઈન સ્ટ્રોકની બીમારી શું છે. તેના લક્ષણો શું છે (Symptoms Of Brain stroke) અને તેને કેવી રીતે અટકાવી શકાય. એમ.વી. શ્રીવાસ્તવ, હેડ પ્રોફેસર, સેન્ટર ફોર ન્યુરોસાયન્સ, એઈમ્સના જણાવ્યા અનુસાર, માથાના જુદા જુદા ભાગોમાં લોહીનો પુરવઠો યોગ્ય ન હોય ત્યારે બ્રેઈન સ્ટ્રોક થાય છે.

શરીરમાં ઓક્સિજન અને રક્ત પરિભ્રમણમાં ઘટાડો થવાને કારણે મગજમાં હાજર નર્વ્સ નબળી થવા લાગે છે. જેના કારણે સ્ટ્રોક પણ આવે છે. સ્ટ્રોક બે પ્રકારના હોય છે. પહેલો બ્લડ ક્લોટ સ્ટ્રોક અને બીજો બ્રેઈન હેમરેજ છે. સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાંનું એક ગંભીર માથાનો દુખાવો છે. દર્દી યોગ્ય રીતે બોલી શકતો નથી. તેની જીભ લથડવા લાગે છે. આંખો સામે અંધારા આવે છે, શરીરના હાથ-પગ સુન્ન થવા લાગે છે.

ડૉક્ટરના જણાવ્યા અનુસાર, જો આમાંના કોઈપણ લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ. કારણ કે સ્ટ્રોકના કિસ્સામાં વહેલી સારવાર મેળવવી ખૂબ જ જરૂરી છે. જો આમા થોડો વિલંબ દર્દીના જીવનને જોખમમાં મૂકી શકે છે. સ્ટ્રોકના કિસ્સામાં, પ્રથમ ત્રણથી ચાર કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જોવા મળે છે કે મોટા ભાગના દર્દીઓ હોસ્પિટલે મોડેથી પહોંચે છે.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

આ લોકો વધુ જોખમમાં છે

વરિષ્ઠ ચિકિત્સક ડૉ.કમલજીત સિંહ કૈંથ કહે છે કે જે લોકો હાઈ બીપી, ડાયાબિટીસ અને જેઓ દારૂ અને સિગારેટનું વધુ સેવન કરે છે. તેઓ સ્ટ્રોક માટે વધુ સંવેદનશીલ હોય છે. એટલા માટે તે જરૂરી છે કે જે લોકો ખૂબ દારૂ પીવે છે એ કોશિશ કરે કે તેના પર નિયંત્રણ આવી શકે. સિગારેટ પીનારાઓએ પણ ધ્યાન આપવાની જરૂર છે. આ સિવાય જે લોકો ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી પીડિત છે. તેઓએ નિયમિતપણે પોતાની તપાસ કરાવતા રહેવું જોઈએ.

આ બાબતોનું પાલન કરો

દરરોજ કસરત કરો

પ્રદૂષિત વાતાવરણથી દૂર રહો

ખોરાકની કાળજી લો

જો તમને સ્ટ્રોકના કોઈ લક્ષણો હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે.  સ્વાસ્થ્ય સંબંધિત કંઈ પણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો :Horoscope Today: દૈનિક રાશિફળ મીન 24 ફેબ્રુઆરી, અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહી, પતિ-પત્નીએ એકબીજાનું સન્માન કરવું

આ પણ વાંચો :સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ એરપોર્ટ પર પ્લાસ્ટિક વેન્ડિંગ મશીન મુકાયું

 

Next Article