AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sugar Level: હોળી પર મીઠાઈ ખાવાથી વધી ગયુ છે શુગર લેવલ, આ દેશી નુસ્ખાથી કરો કંટ્રોલ

શું તમને પણ હોળી પર ગુજિયા અને ગુલાબ જાંબુ ખાવાથી બ્લડશુગર લેવલ વધવાનું ટેન્શન તો નથી. જો એવું હોય તો દેશી રીતો દ્વારા તેને કંટ્રોલમાં લાવી શકાય છે. આ આર્ટિકલમાં અમે તમને આવી જ શુગર કંટ્રોલ કરવાની ઘરેલુ રીતો બતાવવા જઈ રહ્યા છે.

Blood Sugar Level: હોળી પર મીઠાઈ ખાવાથી વધી ગયુ છે શુગર લેવલ, આ દેશી નુસ્ખાથી કરો કંટ્રોલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 5:04 PM
Share

હોળીના તહેવારની ઉજવણી ખાનપાન વગર અધૂરી છે અને આ દિવસે નોર્મલ લોકોની સાથે જ ડાયાબિટિસના દર્દી પણ ગુજિયાનો સ્વાદ ચાખ્યા વગર રહી શકતા નથી. ફેસ્ટિવલમાં ટેસ્ટી વસ્તુઓ જોઈને કોઈનું પણ મન લલચાઈ જાય છે. ડાયાબિટીસ, સુગર અથવા બ્લડ સુગર લેવલમાં નબળાઈનો સામનો કરનારાઓ માટે આવી બાબતોને અવગણવી મુશ્કેલ છે.

શું તમને પણ હોળી પર ગુજિયા અને ગુલાબ જાંબુ ખાવાથી બ્લડશુગર લેવલ વધવાનું ટેન્શન તો નથી. જો એવું હોય તો દેશી રીતો દ્વારા તેને કંટ્રોલમાં લાવી શકાય છે. આ આર્ટિકલમાં અમે તમને આવી જ શુગર કંટ્રોલ કરવાની ઘરેલુ રીતો બતાવવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: શું તમને પણ છે ઉધરસ ! તો તપાસો ઈન્ફલ્યુએન્ઝા તો નથી ને, જાણો શું છે આ બિમારી અને શું છે તેના લક્ષણો

મેથીના દાણાનું પાણી

તેમાં ઘણા એવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે સુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત પેટના સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. પબમેડમાં પ્રકાશિત અહેવાલ અનુસાર તેમાં એન્ટીઓક્સીડેન્ટ પાવર છે અને આ કારણોસર તે ડાયાબિટીસની સારવારમાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. તમારે માત્ર એક વાસણમાં થોડું ગરમ ​​પાણી કરીને તેમાં બે ચમચી મેથીના દાણા નાખવાના છે. ધ્યાન રાખો કે પાણી વધારે ગરમ ન હોવું જોઈએ. આ પાણીને ગાળીને પીવો અને ફરક જુઓ.

લીમડાનું પાણી

લીમડામાં રહેલા ગુણો સુગર લેવલને પણ નિયંત્રણમાં રાખી શકે છે. આયુર્વેદમાં લીમડાને બ્લડ સુગર લેવલ માટે એક ઉત્તમ ઉપાય તરીકે વર્ણવવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ લોકો ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે છે. જો તમે હોળી પર વધુ મીઠાઈઓ ખાવાથી બ્લડ શુગર લેવલમાં વધારો અનુભવો છો તો તમારે લીમડાના પાનમાંથી બનાવેલું પાણી પીવું જોઈએ.

તજ

આ એક એવો મસાલો છે જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ સુધારવા માટે થાય છે. તેની વિશેષતા એ છે કે તે લોહીમાં ગ્લુકોઝને વધતા અટકાવી શકે છે. તજમાં બાયોએક્ટિવ તત્વ હોય છે જે ઈન્સ્યુલિન જાળવવાનું કામ કરે છે. હૂંફાળા પાણીમાં એક ચમચી તજ પાવડર ભેળવીને દિવસમાં એક વાર તેનું સેવન કરો. તમે તજને પાણીમાં ઉકાળીને પણ તેનું સેવન કરી શકો છો. દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

g clip-path="url(#clip0_868_265)">