AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલે સારવારની ના પાડી? જાણો ફોન પર ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની સંપૂર્ણ રીત

આયુષ્માન કાર્ડ હોવા છતાં જો કોઈ માન્ય હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે, તો તમે કચેરીઓના ધક્કા ખાધા વગર ઘરેબેઠા પોર્ટલ અથવા ટોલ-ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો. જાણો ફરિયાદ નોંધાવવાની સાચી રીત અને જરૂરી પુરાવા.

આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલે સારવારની ના પાડી? જાણો ફોન પર ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની સંપૂર્ણ રીત
| Updated on: Aug 30, 2026 | 8:49 PM
Share

જો તમે આયુષ્માન કાર્ડ મેળવી લીધું છે, તો તમે ₹5 લાખ સુધીની મફત સારવાર મેળવવાના હકદાર છો. પરંતુ કાર્ડ હોવા છતાં જો કોઈ હોસ્પિટલ તમને કેશલેસ સારવાર આપવાનો ઇનકાર કરી દે, તો આવી સ્થિતિમાં ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તેની માહિતી હોવી ખૂબ જરૂરી છે.

આ માટે તમારે કોઈ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. તમે માત્ર તમારા ફોન દ્વારા જ સરકાર સુધી તમારી ફરિયાદ પહોંચાડી શકો છો અને સરકાર તેના પર તાત્કાલિક યોગ્ય પગલાં ભરે છે.

ફરિયાદ કરતાં પહેલાં આટલી તૈયારી કરો

સત્તાવાર પોર્ટલ પર ફરિયાદ નોંધાવતાં પહેલાં નીચે મુજબના પુરાવા એકઠા કરી લો:

  • હોસ્પિટલ પ્રશાસન પાસેથી આયુષ્માન કાર્ડ રિજેક્ટ કરવાનું કે સારવાર ન આપવાનું કારણ લેખિતમાં માંગો.
  • જે સ્ટાફ કે ડોક્ટરે સારવારની ના પાડી હોય તેમનું પૂરું નામ, તારીખ અને સમય નોંધી લો.
  • ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન (પર્ચી), લેબ ટેસ્ટ રિપોર્ટ્સ અને હોસ્પિટલ ફાઇલની સ્પષ્ટ ફોટોકોપી સાચવી રાખો.
  • જો તમારે બળજબરીથી પૈસા ચૂકવવા પડ્યા હોય, તો પેમેન્ટની અસલ રસીદ કે બિલ સાચવી રાખો.
  • હોસ્પિટલનું સચોટ નામ, બ્રાન્ચ અને લોકેશન નોંધી રાખો.
  • આયુષ્માન કાર્ડ નંબર અને દર્દીના જરૂરી ઓળખકાર્ડ (જેમ કે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ) સાથે રાખો.

ઓનલાઇન ફરિયાદ કેવી રીતે નોંધાવવી?

જો હોસ્પિટલ સારવારની ના પાડે, તો તમે cgrms.pmjay.gov.in પર સીધી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો:

  • સૌપ્રથમ સત્તાવાર પોર્ટલ cgrms.pmjay.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર આપેલા ‘Register Your Grievance‘ વિકલ્પ પર ક્લિક કરો.
  • યોજનાના વિકલ્પમાં PMJAY પસંદ કરીને આગળ વધો.
  • તમારું નામ, સરનામું, મોબાઇલ નંબર અને આયુષ્માન કાર્ડની વિગતો દાખલ કરો.
  • ફરિયાદની કેટેગરીમાં ‘Hospital’ સિલેક્ટ કરીને સંબંધિત હોસ્પિટલનું નામ અને વિગતો ભરો.
  • ત્યારબાદ Grievance Description બોક્સમાં સમગ્ર ઘટના સ્પષ્ટપણે લખો (સારવાર ન આપવાનું કારણ, ડોક્ટર/સ્ટાફનું નામ, તારીખ વગેરે).
  • જરૂરી દસ્તાવેજો જેમ કે હોસ્પિટલની પર્ચી, રિજેક્શન સ્લિપ કે બિલ અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી સ્ક્રીન પર દેખાતો ફરિયાદ નંબર (Grievance Number) નોંધી લો, જેનાથી ભવિષ્યમાં સ્ટેટસ ટ્રેક કરી શકાશે.

ઇન્ટરનેટ ન હોય તો શું કરવું? (ઓફલાઇન રીત)

જો તમારી પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય, તો પણ તમે સરકાર સુધી તમારી ફરિયાદ પહોંચાડી શકો છો:

  • તમારા ફોન પરથી આયુષ્માન ભારતનો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 14555 ડાયલ કરો.
  • IVR પર ભાષા પસંદ કરીને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવાનો વિકલ્પ પસંદ કરો.
  • એક્ઝિક્યુટિવને દર્દીનું નામ, તમારું નામ અને આયુષ્માન કાર્ડ નંબર જણાવો.
  • જે હોસ્પિટલમાં સારવાર નથી મળી તેનું નામ, શહેર અને બ્રાન્ચની માહિતી આપો.
  • સમગ્ર ઘટનાની વિગત, સારવાર ન આપવાનું કારણ અને સ્ટાફનું નામ નોંધાવો.
  • જો હોસ્પિટલે રોકડ લીધી હોય કે બિલ આપ્યું હોય, તો તેની વિગતો પણ ઓપરેટરને આપો.
  • ફરિયાદ નોંધાયા બાદ મળતો કમ્પ્લેઇન્ટ નંબર નોંધી રાખો. આ નંબર દ્વારા તમે આ જ ટોલ-ફ્રી નંબર પર કોલ કરીને તમારી ફરિયાદ પર શું કાર્યવાહી થઈ તેનું સ્ટેટસ જાણી શકો છો.

હવે વોટ્સએપ પરથી જ ઘરબેઠા બની જશે આયુષ્માન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા

Follow Us
રાજકોટમાં દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ ! Video
રાજકોટમાં દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ ! Video
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
g clip-path="url(#clip0_868_265)">