Radha Ashtami 2026: શું ખરેખર થયા હતા રાધા-કૃષ્ણના લગ્ન? અહીં આજે પણ છે રાધારાણીની માંગમાં સિંદૂર
કૃષ્ણે તેમનું બાળપણ ગોકુળમાં વિતાવ્યું હતું અને વ્રજ પ્રદેશનો દરેક ખૂણો આજે પણ તેમના પ્રેમની ગાથાને જીવંત રાખે છે. એવું કહેવાય છે કે તેમની વચ્ચેના ગાઢ પ્રેમ છતાં, તેઓ લગ્નબંધનમાં બંધાયા ન હતા. જોકે, ગર્ગ સંહિતા અને કેટલીક પૌરાણિક માન્યતાઓમાં કૃષ્ણ અને રાધાના લગ્નનો ઉલ્લેખ જોવા મળે છે.

દ્વાપર યુગમાં, ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો. કૃષ્ણ અને રાધાની પ્રેમકથાથી સૌ કોઈ પરિચિત છે; કૃષ્ણ વિના રાધા અધૂરી છે અને રાધા વિના કૃષ્ણ. તેઓ એકબીજાથી અલગ થઈ શકતા નથી; જ્યાં પણ કૃષ્ણનું નામ લેવાય છે, ત્યાં પહેલુ રાધાજીનું પણ સ્મરણ કરવામાં આવે છે. કૃષ્ણે તેમનું બાળપણ ગોકુળમાં વિતાવ્યું હતું અને વ્રજ પ્રદેશનો દરેક ખૂણો આજે પણ તેમના પ્રેમની ગાથાને જીવંત રાખે છે. એવું કહેવાય છે કે તેમની વચ્ચેના ગાઢ પ્રેમ છતાં, તેઓ લગ્નબંધનમાં બંધાયા ન હતા. જોકે, ગર્ગ સંહિતા અને કેટલીક પૌરાણિક માન્યતાઓમાં કૃષ્ણ અને રાધાના લગ્નનો ઉલ્લેખ જોવા મળે છે. વ્રજમાં આવેલું ‘ભંડીરવન’ નામનું સ્થળ એ વાતનો પુરાવો છે કે અહીં રાધા-કૃષ્ણના લગ્ન થયા હતા.
શું ખરેખર થયા હતા રાધા-કૃષ્ણ વિવાહ?
ભંડીરવનમાં એક અનોખું મંદિર આવેલું છે. જે મથુરા (ભગવાન કૃષ્ણની જન્મભૂમિ) થી લગભગ 30 કિલોમીટર દૂર ‘માંટ’ (Mant) તાલુકામાં સ્થિત છે. જ્યાં કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ સ્થાપિત છે. આ મૂર્તિની એક વિશેષતા એ છે કે તેમાં કૃષ્ણના હાથમાં વાંસળી નથી; તેના બદલે, કૃષ્ણ અને રાધા બંને વર-કન્યાના વેશમાં છે અને ભગવાન બ્રહ્મા તેમને આશીર્વાદ આપતા દર્શાવવામાં આવ્યા છે.
શું રાધા-કૃષ્ણના લગ્નની સ્ટોરી?
રાધા અને કૃષ્ણના લગ્નનો ઉલ્લેખ ‘બ્રહ્મવૈવર્ત પુરાણ’ અને ‘ગર્ગ સંહિતા’માં જોવા મળે છે. આ ગ્રંથો અનુસાર, સ્વયં જગદગુરુ બ્રહ્માએ તેમના લગ્ન સંપન્ન કરાવ્યા હતા. લોકવાયકા મુજબ, જ્યારે કૃષ્ણ નાના હતા ત્યારે નંદ બાબા તેમને ગાયો ચરાવવા માટે સાથે લઈ ગયા હતા. ગાયો ચરતી હતી ત્યારે નંદ બાબા થાકી ગયા; તેઓ એક ઝાડ નીચે સૂઈ ગયા અને તેમને ઊંઘ આવી ગઈ. થોડા સમય પછી જ્યારે તેઓ જાગ્યા, ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો અને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હતો. નંદ બાબા ગભરાઈ ગયા. આ સમયે તેમની એક ગાય પણ ખોવાઈ ગઈ હતી
તે જ સમયે, તેમને દૂર ક્યાંક પ્રકાશ દેખાયો. એક ગોપી તેમની તરફ આવી રહી હતી. તે ગોપી બીજું કોઈ નહીં પણ સ્વયં રાધા હતાં. નંદ બાબા રાધાને ઓળખતા હતા, તેથી તેમણે નાના કાન્હાને તેમને સોંપ્યા અને તેમને સુરક્ષિત રીતે યશોદા પાસે પહોંચાડવા કહ્યું. ત્યારબાદ નંદ બાબા પોતાની ગાયો શોધવા લાગ્યા.
કોણે કરાવ્યા હતા રાધા-કૃષ્ણના લગ્ન?
બીજી તરફ રાધારાની પણ કનૈયાનો હાથ પકડીને જઈ રહ્યા હતા જોકે તેઓ ગોકુળ જવાના બદલે ચાલતા-ચાલતા ભાંડિરવન પહોંચી ગયા. અહીં તેઓ એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે કઈ ધ્યાન જ ન રહ્યું. થોડી જ વારમાં, કૃષ્ણ રાધાની સમક્ષ તેમના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમના પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. રાધા પણ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. રાધાજી શ્રીકૃષ્ણને પ્રેમ કરતા હતા, છતાં તેમને ગુમાવવાનો તેમને ભય હતો. જોકે થોડી જ વારમાં, ભગવાન બ્રહ્મા ત્યાં પ્રગટ થયા. તેમણે ભગવાનને કહ્યું કે તમારા લગ્નનો શુભ સમય આવી ગયો છે. આમ પવિત્ર મંત્રોનો ઉચ્ચાર કર્યો અને પવિત્ર અગ્નિની સાક્ષીએ રાધા અને કૃષ્ણ વચ્ચે ‘ગાંધર્વ વિવાહ’ સંપન્ન થયા. લગ્ન બાદ બ્રહ્માજી ત્યાંથી વિદાય થયા અને કૃષ્ણ ફરીથી પોતાના બાળ-સ્વરૂપમાં આવી ગયા. અહીં મંદિરમાં આજે પણ રાધારાની એ માંગમાં સિંદૂર ધારણ કર્યું છે.
