AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્યુવેદમાં માથાની ટાલનો ઈલાજ છે, પતંજલિએ સંશોધનમાં કર્યો દાવો

જો તમે પણ બદલાયેલી જીવનશૈલી અને ખોરાકને કારણે માથામાં ટાલ પડવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો હવે ચિંતા કરવાની જરૂર નથી. પતંજલિએ વાળ ખરવાની સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. પતંજલિએ આયુર્વેદના સિદ્ધાંતોના આધારે ઘણા દર્દીઓ પર સંશોધન કર્યું અને તેમની વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યાનું નિરાકરણ કર્યું. આ દર્દીઓએ અનેક પદ્ધતિઓથી સારવાર કરાવી હતી, પરંતુ થોડા સમય પછી તેમના વાળ ફરીથી ખરવા લાગ્યા હતા. જો કે, પતંજલિમાં સારવાર કરાવવાથી તેમના માથે નવા વાળ ઉગવા લાગ્યા હતા.

આર્યુવેદમાં માથાની ટાલનો ઈલાજ છે, પતંજલિએ સંશોધનમાં કર્યો દાવો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2025 | 9:24 PM
Share

જો તમારા વાળ ખરવા લાગ્યા હોય અને તમને તેનો કોઈ ઈલાજ ના મળી રહ્યો હોય, તો તમારે હવે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. પતંજલિએ સંશોધન પછી એક એવો ઉપાય શોધી કાઢ્યો છે, જે ફક્ત વાળ ખરવાનું બંધ કરવાની સાથે ફરીથી વાળ ઉગવા પણ લાગશે. સંશોધન પછી પતંજલિ દ્વારા શોધાયેલ આ પ્રયોગ ટાલ પડવાની સમસ્યાથી પિડાઈ રહેલા લોકો માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે.

પતંજલિના આયુર્વેદિક ડોકટરોની ટીમે 6 અઠવાડિયા સુધી ઘણા દર્દીઓ પર સંશોધન કર્યું હતું. સંશોધન દરમિયાન, તેમની વિવિધ પદ્ધતિઓથી સારવાર કરવામાં આવી, જેના પછી વાળ ખરવાનું બંધ તો થયું પરંતુ તેની સાથેસાથે નવા વાળ પણ ઉગવા લાગ્યા. આ સંશોધન પતંજલિ દ્વારા પ્રકાશિત પણ કરવામાં આવ્યું છે.

આજકાલ બદલાયેલી જીવનશૈલી અને ચટપટુ, તીખુ તળેલુ, જંકફુડ સહિતની ખાવાની આદતોને કારણે વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા સામાન્ય બની રહી છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે યુવાનો લાખો રૂપિયાનો ખર્ચ પણ કરી રહ્યા છે. તેઓ વિગ અને હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી તકનીકો પણ અપનાવી રહ્યા છે.

જોકે, આ તકનીકો સંપૂર્ણપણે અસરકારક સાબિત થઈ રહી નથી. ટાલ પડવાની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને, પતંજલિએ આના ઉપર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું. સંશોધન પછી, આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. પતંજલિના સંશોધન પછી, ટાલ પડવાની સમસ્યાના કાયમી ઉકેલનો માર્ગ પણ શોધી કાઢવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. પતંજલિએ આ સંશોધન નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પણ પ્રકાશિત કર્યું છે.

આ દાવો પતંજલિના સંશોધનમાં કરવામાં આવ્યો હતો

પતંજલિએ કેટલાક એવા દર્દીઓ પસંદ કર્યા જેમના વાળ ખરતા હતા. માથાની સાથે, શરીરના ઘણા ભાગોમાંથી પણ વાળ ખરતા હતા અને દર્દીઓ પણ અન્ય ઘણી પદ્ધતિઓ દ્વારા સારવાર મેળવી રહ્યા હતા. પરંતુ, તેમને સારવારથી કોઈ ફાયદો થઈ રહ્યો ન હતો. વાળ ખરવાના એલોપેસીયા એરિયાટા રોગથી પીડાતા કેટલાક દર્દીઓને પતંજલિમાં દાખલ કરવામાં આવ્યા અને સારવાર આપવામાં આવી.

આયુર્વેદના સિદ્ધાંતોના આધારે, એવું જાણવા મળ્યું કે, વાત અને પિત્તના બગાડને કારણે વાળ ખરવા લાગે છે. સંશોધનમાં આની સારવાર કરવામાં આવી હતી. સારવાર દરમિયાન, શોધન, શમન અને ચિકિત્સાનો સમાવેશ કરવામાં આવ્યો. 6 અઠવાડિયામાં, વાળ ખરવાનું બંધ થયું એટલું જ નહીં, પરંતુ નવા વાળ ઉગવાની સાથે તેનો વિકાસ પણ શરૂ થયો.

સારવાર 6 અઠવાડિયા સુધી ચાલી

જે દર્દીઓએ ઘણી પદ્ધતિઓથી સારવાર કરાવી હતી અને શરૂઆતના ફાયદા પછી, ફરીથી એ જ સ્થિતિ આવી હતી, તેમની સારવાર કરવામાં આવી. દર્દીઓને 6 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી. તેમને નિયમિતપણે પંચકર્મ પદ્ધતિથી શોધન ઉપચાર આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, મોં અને નાક દ્વારા દવાઓ પણ આપવામાં આવી હતી. માથા પર તેલ માલિશ કરવામાં આવી હતી. ત્યારબાદ દર્દીઓના માથા અને શરીરના અન્ય ભાગો પર નવા વાળ ઉગવા લાગ્યા. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો વાત અને પિત્તને નિયંત્રિત કરીને સારવાર કરવામાં આવે તો વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે અને નવા વાળ ઉગવા લાગે છે. આ કાયમી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સારવારથી વધુ સંશોધન કરી શકાય છે.

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આરોગ્યને લગતા સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પર ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">