બાળકોના હાડકાં મજબૂત બનાવવા છે તો તેમને દોરડા કુદવા કહો

બાળકોના હાડકાં મજબૂત બનાવવા છે તો તેમને દોરડા કુદવા કહો

જો તમારું બાળક રમત રમતમાં દોરડા કૂદે છે. તો તે જાણીને તમને ખુશી થશે કે આ એક એવી રમત છે જે કસરત પણ છે અને સાથે જ તમને તેનાથી ઘણો ફાયદો પણ થાય છે. એ પણ કહી શકાય છે કે દોરડા કૂદવાથી ઓછું કદ ધરાવનારને પોતાની હાઈટ વધારવામાં મદદ મળે છે. આ ઉપરાંત પણ દોરડા કૂદવાના ઘણા ફાયદા છો આવો જાણીએ.

દોરડા કૂદવાથી તમારા શરીરમાં રક્તસંચાર વધે છે, સાથે જ તમને એનર્જેટિક રાખવા માટે ખૂબ ફાયદાકારક છે. તે ઉત્સાહ વધારવા માટેનું એક ઉત્તમ માધ્યમ છે.

વજન ઓછું કરવું હોય અથવા તો શરીર ની વધેલી ચરબીને ઓછી કરવા દોરડા કુદવા સૌથી આસાન વિકલ્પ છે. જે તમે જ્યારે ઈચ્છો ત્યારે અજમાવી શકો છો.

વધતી ઉંમરમાં દોરડા કુદવા કદ વધારવા માટેનું એક ઉત્તમ વિકલ્પ છે. સાથે સાથે તે હાઈટ વધારવા માટે પણ એક અસરકારક વિકલ્પ સાબિત થઇ શકે છે. તે તમને માનસિક રીતે સ્વસ્થ બનાવે છે. તણાવને ઓછો કરે છે, સાથે જ ચહેરાની પ્રાકૃતિક ચમક લાવવા માટે અને શરીરને ચુસ્ત દુરસ્ત બનાવશે. તે હાડકાંને પણ મજબૂત બનાવે છે. આ ઉપરાંત શરીરમાંથી વિષાક્ત તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે, જેનાથી તમે સ્વસ્થ રહો છો.

 

આ પણ વાંચોઃ વિટામિન્સની ખામીને દૂર કરવાની સાથે ટામેટાં સુપના આ છે ગજબના ફાયદા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati