Benefits Of Guava : ચોમાસામાં જમરૂખ ખાવાના પાંચ આશ્ચર્યજનક ફાયદા
આમ તો દરેક સિઝનલ ફ્રૂટ લોકોએ અચૂકથી આરોગવા જ જોઈએ. પણ ચોમાસામાં જમરૂખ એટલે જામફળ ખાવાના ફાયદા અમે તમને જણાવી રહ્યા છે.
જમરૂખ(guava) એટલે કે જામફળ એક એવું ફળ છે જે નાના મોટા કે વડીલો દરેકને ખાવાનું ગમે છે. જામફળને અંગ્રેજીમાં (ગુવાવા) કહેવામાં આવે છે. આ ફળને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જમરૂખ એ પોષક તત્વોનો ભંડાર છે, આ ફળમાં ઔષધીય ગુણધર્મો આવેલા છે. જે શરીરને સ્વસ્થ(healthy) રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. જમરૂખમાં વિટામિન સી, લાઇકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ(Antioxidants) પુષ્કળ માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય(health)ને અનેક રોગો અને બીમારીથી રક્ષણ આપવામાં મદદ કરે છે.
જમરૂખ માત્ર સારા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા અને વાળ માટે પણ ખૂબ લાભકારક માનવામાં આવે છે. જમરૂખની સાથે સાથે તેના પાંદડા પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જમરૂખના પાંદડાઓથી બનેલી પેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચાની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. મોંઢામાં પડતા ચાંદામાં પણ જમરૂખના પાન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
જમરૂખ ખાવાના ફાયદા:
1. ડાયાબિટીસમાં મદદરૂપ: (diabetes) ડાયાબિટીસમાં આ ફળ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફાઇબરના ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે તે ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તેમાં કુદરતી ખાંડ હોય છે, જે ડાયાબિટીસ માટે ફાયદાકારક બની શકે છે.
2. કબજિયાતમાં મદદરૂપ: (digestion) બીજા કોઈપણ ફળોની સરખામણીમાં જમરૂખમાં સૌથી વધુ ફાઇબર હોય છે, જે કબજિયાતની સમસ્યાને રોકવામાં મદદ કરી શકે છે. જમરૂખના બીજ ગેસ અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
3. રોગપ્રતિકારક શક્તિમાં મદદરૂપ: (immunity) જામફળમાં જોવા મળતું વિટામિન સી ઇમ્યુનિટી વધારવા માટે બેસ્ટ માનવામાં આવે છે. આ ફળમાં ઓરેન્જ કરતાં ચાર ગણું વિટામિન સી હોય છે, જે ઇમ્યુનિટી પાવર વધારવામાં અને ઇન્ફેકશન સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
4. આંખોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી : (eyes health) આંખોને સ્વસ્થ રાખવા માટે જમરૂખને શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. જમરૂખમાં વિટામિન એ સારી માત્રામાં જોવા મળે છે. જે દ્રષ્ટિ સારી કરવામાં મદદ કરે છે. જો તમને નબળી દ્રષ્ટિની સમસ્યા હોય તો તમે જમરૂખનું સેવન કરી શકો છો.
5. મેદસ્વીપણું ઘટાડવામાં મદદરૂપ: (obesity) મેદસ્વીપણું ઘટાડવા માટે તમે તમારા ભોજનમાં જમરૂખનો સમાવેશ કરી શકો છો. તે પ્રોટીન, વિટામિન અને ફાઇબર ગુણધર્મોથી સમૃદ્ધ છે, તેનાથી વધારે વજન ધરાવતા લોકોને વજન ઘટાડવામાં રાહત મળે છે.
આ પણ વાંચો :