AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Belly Fat: જાણો પેટની ચરબીના 7 સંભવિત કારણો અને તેને ઘટાડવાની રીતો

તમારામાંથી જેમણે પેટની ચરબીથી છૂટકારો મેળવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા છે તેઓને હવે ખબર પડી ગઈ હશે કે તે એટલું સરળ નથી. તેમાં સમર્પણ અને નિશ્ચયની જરૂર પડે છે.

Belly Fat: જાણો પેટની ચરબીના 7 સંભવિત કારણો અને તેને ઘટાડવાની રીતો
belly fat
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:06 PM
Share

તમારા પેટની ચરબી વધારી શકે તેવા ફેક્ટર્સ

પેટની ચરબી ફક્ત તમારા દેખાવને જ ખરાબ  નથી કરતી, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. આ હઠીલા આંતરડાની ચરબીનું જૂથ છે જે ખૂબ જ ચિંતાજનક છે. તમારામાંથી જેમણે પેટની ચરબીથી છૂટકારો મેળવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા છે તેઓને હવે ખબર પડી ગઈ હશે કે તે એટલું સરળ નથી. તેમાં સમર્પણ અને નિશ્ચયની જરૂર પડે છે. તેમજ તેમાં ઘણા બલિદાનો પણ આપવા પડી શકે છે. પરંતુ બીજી બધી બાબતો કરતા પહેલા, ચાલો પહેલા સમજીએ કે શા માટે પેટની ચરબીની સમસ્યા ઉદ્ભવે છે. આપણે તેને રોકવા માટે શું કરી શકીએ છીએ.

1. ટ્રાન્સ ફેટ અત્યંત અસ્વસ્થ

તમારા શરીર માટે ફેટ ખાવી મહત્વપૂર્ણ છે. પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે તમારા માટે કઈ ફેટ યોગ્ય છે તે જાણવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, ટ્રાન્સ ફેટ એ સૌથી વધુ બિનઆરોગ્યપ્રદ ફેટ પૈકી એક છે, જે માત્ર પેટની ચરબી જ નહીં, પરંતુ તમારા એકંદર શરીરના વજનમાં પણ વધારો કરે છે. ઉપરાંત તે તમને હ્રદય રોગ, ડાયાબિટીસ, કેન્સર અને આવા વધુ રોગો માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. ટ્રાંસ ફેટ બેકડ સામાન અને પેકેજ્ડ ઉત્પાદનોમાં મળી શકે છે.

તેથી, પેટની ચરબી ઘટાડવા માટે તમારે તે ખોરાકમાં ઘટાડો કરવો જોઈએ, જેમાં ટ્રાન્સ ચરબી વધુ હોય છે. તેના બદલે આખા અનાજના ઉત્પાદનો પર ફોકસ કરો, જે ફાઈબર અને શાકભાજીથી ભરપૂર હોય છે, જેમાં ઘણાં પોષક તત્વો અને ખનિજો હોય છે.

2. દારૂ પેટની ચરબીનું કારણ બની શકે છે

જ્યારે પેટની ચરબીની વાત આવે છે, ત્યારે આલ્કોહોલનું સેવન ફાળો આપનાર પરિબળ બની શકે છે. મોટાભાગે આલ્કોહોલને ‘ખાલી’ કેલરી તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કે તે ફક્ત તમારા શરીરને કેલરી પ્રદાન કરે છે, પરંતુ કોઈ પોષક તત્વો મળતા નથી. આ વધારે આંતરડામાં ફેટ એક્યુમ્યુલેશન અને એક હાઈ બોડી માસ ઈન્ડેક્સ (BMI)ને જન્મ આપી શકે છે.

જો તમે પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ અને જો તમે આલ્કોહોલિક છો તો તમારે આલ્કોહોલ લેવાનું જલ્દી બંધ કરવું જોઈએ અથવા ધીમે ધીમે ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર સ્ત્રીઓએ દરરોજ માત્ર એક જ ડ્રીન્ક પીવું જોઈએ, જ્યારે પુરુષો દરરોજ બે ડ્રીન્ક પી શકે છે અથવા બિલકુલ નહીં.

3. બેઠાડુ જીવનશૈલી તમને પેટની ચરબી થવાની શક્યતા વધારે છે

જો તમે કોઈ ફિઝિકલ એક્ટિવીટી સાથે જોડાયેલા નથી તો પેટની ચરબી ગુમાવવી લગભગ અશક્ય છે. નિયમિત કસરત અને વ્યાયામ જ છે તમને યોગ્ય આકારમાં રાખે છે. રોજ ઓછામાં ઓછું ચાલવું જોઈએ. એબ-સેન્ટ્રિક વર્કઆઉટ્સનો લાભ લો જે ઘરે કરવા માટે સરળ છે.

4. શુગરયુક્ત ફુડ્સ અને ડ્રીંક

તમારી આહારની આદતો તમારા સ્વાસ્થ્ય અને વજનને પણ અસર કરી શકે છે. જો તમે વધુ પડતી ખાંડનું સેવન કરો છો તો તમને પેટની વધારાની ચરબી વધવાનું જોખમ રહેલું છે, જે ‘બીયર ગટ્સ’ તરફ દોરી જાય છે. આ જોતા શુગરયુક્ત ફુડ્સ અને ડ્રીંક, શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સને ઊર્જા માટે બર્ન કરવા મુશ્કેલ છે, તેઓ આખરે ચરબી તરીકે સંગ્રહિત થાય છે. શુગર ક્રેવિંગને કાબૂમાં લેવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ, તમામ ખોરાક અને પુષ્કળ પાણી પીવું જોઈએ. નકારાત્મક કેલરીવાળા ખોરાકની મદદ લો, જે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે સ્વસ્થ અને ઉત્તમ છે.

5. તણાવ અને ઊંઘનો અભાવ

સ્ટડીમાં જાણવા મળ્યું છે કે તણાવ અને ચિંતાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન બની શકે છે, જે બદલામાં તમારા મેટાબોલિઝમ ધીમું કરે છે. મેટાબોલિઝમ ધીમુ થવાથી પેટની ચરબી અને વજન વધવાની સંભાવના વધી જાય છે. વધુમાં ખૂબ ઓછી ઊંઘ તમારા શરીરમાં કોર્ટિસોલના પ્રમાણને વધારી શકે છે અને તમારી ઉચ્ચ કેલરીવાળા ખોરાકની તૃષ્ણાને વધારી શકે છે, જે વજનમાં વધારો કરી શકે છે, ખાસ કરીને પેટની ચરબી વધી શકે છે.

જો તમે પેટની ચરબીથી છુટકારો મેળવવા અને સ્વસ્થ વજન જાળવી રાખવા માંગતા હોવ તો તમારા તણાવના સ્તરને નિયંત્રિત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ સિવાય તમારે દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ  લેવી જોઈએ.

6. ફાઈબરની માત્રા ઓછી હોય તેવો ખોરાક ખાવો

ખાસ કરીને જ્યારે તમે તમારા પેટની આંતરડાની ચરબીને દૂર કરવા માંગતા હોવ અને તમારા પેટને સપાટ બનાવવા માંગતા હોવ ત્યારે ફાઈબર સાથેનો ખોરાક જરૂરી છે. ઉપરાંત, જો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર નથી તો તમને તમારા પાચનતંત્રમાં સમસ્યા થવાની સંભાવના છે. ઉચ્ચ ફાઈબર આહારમાં આખા અનાજ, બદામ, ઓટ્સ, લીલા શાકભાજી, કઠોળ, દાળ અને હાઈડ્રેટિંગ ફળો જેવા ખોરાકનો સમાવેશ થાય છે. આ ખોરાક ખાવાથી તમને કમ્પ્લીટ અનુભવવામાં મદદ મળશે, બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની તમારી ઈચ્છા મર્યાદિત થશે.

7. તમારા જનીનો પણ ફાળો આપનાર પરિબળ બની શકે છે

તમારા જનીન ઘણું બધું ડીફાઈન કરી શકે છે કે તમે કેવા દેખાવ છો, તમે કયા પ્રકારના શારીરિક રોગો વિકસાવો છો તેમજ બીજુ ઘણું બધુ. સાથે જ જ્યારે પેટની ચરબીની વાત આવે છે, ત્યારે તમારા જનીનો પણ સંભવિત પરિબળ બની શકે છે.

સંશોધન સૂચવે છે કે અમુક જનીનો લેપ્ટિનના રીલીઝ અને એક્શનને અસર કરી શકે છે, એક હોર્મોન જે વજન વ્યવસ્થાપન અને ભૂખના નિયમનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે આની પુષ્ટિ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે, ત્યારે જિનેટિક્સ એ નિર્ધારિત કરી શકે છે કે તમારું શરીર ફેટ ક્યાં સંગ્રહિત કરે છે, જે તમારા પેટની ચરબીનું જોખમ વધારે છે.

આ પણ વાંચો :  Lifestyle : શું તમારો Life Partner તમારો Best Friend છે ? આ સંકેતોથી મળશે જવાબ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">