જો તમારા બાળકમાં આ આદતો જોવા મળે છે તો ચેતી જજો, તેને હોઈ શકે છે સિગારેટની લત
અત્યારે ધુમ્રપાનની લતને લોકો શોખ અને ફેશન ગણવા લાગ્યા છે. આવામાં માતાપિતાએ તેમના બાળકોના આ વ્યસનને પકડવું જોઈએ અને તેમને સાચા માર્ગ પર લાવવા જોઈએ.
આજે World No Tobacco Day છે. અને આ સમય જ એવો છે કે ધુમ્રપાનની લતને લોકો શોખ અને ફેશન ગણવા લાગ્યા છે. ફિલ્મોમાં જોઇને આંધળું અનુકરણ કરતા બાળકો શીખી રહ્યા છે. આવામાં નાની વયના બાળકો પણ ઝડપથી ખરાબ આદતે ચડી જતા જોવા મળે છે. માતા પિતાએ અત્યારના સમયે ખુબ કાળજી રાખાવી જરૂરી છે. માબાપ ભલે બાળકને ખરાબ આદતથી બચાવવા ઈચ્છાતા હોય પરંતુ આ સમયમાં સ્ટાઈલીશ બનવાના ચક્કરમાં સ્મોકર બનતા વાર નથી લાગતી,
આવી સ્થિતિમાં માતાપિતાએ તેમના બાળકોના આ વ્યસનને પકડવું જોઈએ અને તેમને સાચા માર્ગ પર લાવવા જોઈએ. પરંતુ માતાપિતાને ખબર જ નથી પડતી કે તેમના બાળકએ સિગારેટ અથવા દારૂ પીવાનું શરૂ કર્યું છે. કેમ કે બાળકો અત્યારે ખુબ ચાલાકીથી આ આદત અને શોખને પુરા કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે તમે બાળકના આ વ્યસનને કેવી રીતે શોધી શકો છો અને તેને સુધારી શકો છો.
તમારું બાળક ધુમ્રપાન કરતુ હોય તો આ રીતે ઓળખો
પરફ્યુમ
તમને પણ પરફ્યુમનો શોખ હશે. તમને એમ થશે કે પરફ્યુમથી કેવી રીતે ઓળખવું? પરંતુ જો તમારો દીકરો કે દીકરી વારંવાર અથવા વધુ પડતું પરફ્યુમ વાપરે છે. તો બની શકે છે કે તેઓ સિગારેટ સ્મોકિંગ કરતા હોય અને તેની સ્મેલ ના આવે તેના માટે પરફ્યુમનો સહારો લેતા હોય. વધુ પરફ્યુમનો વપરાસ કરી તેઓ સ્મોકિંગની સ્મેલને દુર કરતા હોય છે.
ચ્યુઇંગમ ચાવવી
આમ તો બાળકોને ચ્યુઇંગમ ખાવનો શોખ હોય છે પરંતુ જો તમારું બાળક હંમેશા ચ્યુઇંગમ ચાવે છે તો સમજી જાવું જોઈએ કે કંઇક ગડબડ છે. એવામાં તમારે શોધવાની કોશિશ કરવી જોઈએ કે શું તે કંઇક છુપાવવાનો પ્રયાસ તો નથી કરી રહ્યુંને.
લિપસ્ટિક
સિગારેટ પીવાની બાબતમાં છોકરીઓ પણ કોઈથી ઓછી નથી. સિગારેટને લીધે હોઠ કાળા પડી જતા હોય છે અને તેને છુપાવવા માટે છોકરીઓ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. ઘરે હોય ત્યારે પણ તે લિપસ્ટિક સાફ કરતી નથી. આવી સ્થિતિમાં તમારો ભય દૂર કરવા માટે તમારે તેના પર વધુ ધ્યાન અપાવું પડશે.
એકલું રહેવું
બાળકનું એકલા એકલા ઓરડામાં રહેવું અથવા વારંવાર છત પર જવું એ જોખમની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેમના રૂમ અને બેગ તપાસવી જોઈએ. જો તમને લાઈટર કે માચીસ જેવી વસ્તુઓ મળે છે તો તેની સાથે શાંતિથી વાત કરો અને એણે સમજાવો.
વધારે પૈસા માંગ માંગ કરવા
કોલેજ સ્કૂલ જવા માટે બાળકોને એક નક્કી રકમની જરૂર હોય જ છે. પરંતુ જો તેનાથી વધુ પૈસા તમારું બાળક દરરોજ માંગ માંગ કરે છે. અથવા થોડા થોડા સમાય એક સામટા વધુ પૈસાની માંગ કરે છે તો તમારે સાવધાન રહીને તેના પર નજર રાખવાની જરૂર છે.