AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધારે પડતા સેનિટાઈઝરનો ઉપયોગ ત્વચા માટે છે હાનિકારક, વધુ ઉપયોગ કરતાં હોય તો ચેતજો

એ વાત તો તમે પણ સ્વીકારશો કે છેલ્લા સાત મહિના કરતા વધારે સમય થઈ ગયો છે અને કોરોનાની મહામારી સામે લડવા અને ઈન્ફેક્શનથી બચવા આપણે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. ખાસ કરીને માસ્કની સાથે સાથે હાલના સમયમાં લોકો હેન્ડ સેનિટાઈઝરનો સૌથી મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. સેનિટાઈઝર જાણે આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું […]

વધારે પડતા સેનિટાઈઝરનો ઉપયોગ ત્વચા માટે છે હાનિકારક, વધુ ઉપયોગ કરતાં હોય તો ચેતજો
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:22 PM
Share

એ વાત તો તમે પણ સ્વીકારશો કે છેલ્લા સાત મહિના કરતા વધારે સમય થઈ ગયો છે અને કોરોનાની મહામારી સામે લડવા અને ઈન્ફેક્શનથી બચવા આપણે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. ખાસ કરીને માસ્કની સાથે સાથે હાલના સમયમાં લોકો હેન્ડ સેનિટાઈઝરનો સૌથી મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. સેનિટાઈઝર જાણે આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે પણ તેનો વધારે પડતો ઉપયોગ સ્કીન માટે સમસ્યા ઉભી કરી શકે છે.

Vadhare padta sanitizer no upyog tavcha mate che hanikarak vadhu upyog karta hoy to chetjo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સેનિટાઈઝરના વધુ પડતા ઉપયોગથી આ સમસ્યાઓ ઉભી થઈ શકે:

1). જ્યાં સાબુ અને પાણી વડે હાથ ધોવાની સગવડ ન હોય ત્યાં સેનિટાઈઝરના ઉપયોગ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. કોરોના વાઈરસ સામે લડવા માટે આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝર કારગર સાબિત થાય છે. તેના કારણે પણ લોકો તેનો ઉપયોગ વધારે કરતા થયા છે પણ તેનાથી ત્વચામાં બળતરા અને લાલાશ થઈ શકે છે.

2). સ્વાસ્થ્ય મંત્રાલયે પણ સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ ટાળવા લોકોને જણાવ્યું છે. વધારે ઉપયોગ કરનારના હાથમાં બળતરા અને લાલાશ ઉપરાંત ક્રેક પડવા જેવી અને તેમાંથી લોહી નીકળવા જેવી સમસ્યા પણ ઉભી થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Vadhare padta sanitizer no upyog tavcha mate che hanikarak vadhu upyog karta hoy to chetjo

3). તેના વધુ પડતા ઉપયોગથી હાથના સારા બેક્ટેરિયા પણ નાશ પામે છે અને ત્વચાનું રક્ષણ કરતા આવા બેક્ટેરિયા નાશ થવાથી છેવટે નુકસાન આપણને જ થાય છે.

4). Sanitizer Gel અને લિકવિડ બંને રીતે મળે છે. લિકવિડ સેનીટાઈઝર 15 સેકન્ડમાં વાઈરસનો નાશ કરે છે, જ્યારે Gel સેનિટાઈઝર 30 સેકન્ડમાં વાઈરસનો નાશ કરે છે.

5). સેનિટાઈઝરનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરો. કોઈ વ્યક્તિની ત્વચા વધારે સંવેદનશીલ હોય તો તેને વધારે નુક્શાનકર્તા થઈ શકે છે. તેનાથી ત્વચાના નેચરલ ઓઈલ નાશ પામે છે અને ત્વચા ખરબચડી થઈ જાય છે.

6). તેનો ઉપયોગ કર્યા પછી હાથમાં સારી કંપનીની ક્રીમ કે લોશન લગાવવાનું રાખો. જેથી તે ત્વચાની નરમાશ જાળવી રાખશે.

7). જો ઘરમાં જ હોવ તો સેનિટાઈઝરના ઉપયોગ કરવાને બદલે સાબુ અને પાણીનો જ ઉપયોગ કરો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">