સ્ત્રીઓ માટે મુખ્ય રસીઓ જે નવા જન્મેલા બાળકોને પણ આપે છે રક્ષણ
જ્યારે 5 રસીની ઈક્વિટીની વાત આવે છે, ત્યારે સ્ત્રીઓ ઘણીવાર પાછળ રહી જાય છે. રસીકરણનો અભાવ મહિલાઓને ખાસ કરીને સગર્ભાસ્ત્રીઓને ઘણા રોગો સામે સંવેદનશીલ બનાવેછે, જે નવા જન્મેલા બાળકોના સ્વાસ્થ્યને પણ અસર કરે છે.
વિશ્વ રસીકરણ સપ્તાહ દર વર્ષે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં (એપ્રિલ 24) દરેક વયના લોકોને વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ આપવા રસી (vaccination)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ રસીકરણ સપ્તાહની થીમ ‘લોન્ગ લાઈફ ફોર ઓલ’ છે. આ વર્ષની થીમ લાંબા અને સ્વસ્થ જીવન (Healthy life) તેમજ રસીની સમાનતા માટે રસીકરણના મહત્વની હિમાયત કરે છે.
જ્યારે 5 રસીની ઈક્વિટીની વાત આવે છે, ત્યારે સ્ત્રીઓ ઘણીવાર પાછળ રહી જાય છે. રસીકરણનો અભાવ મહિલાઓને, ખાસ કરીને સગર્ભાસ્ત્રીઓને ઘણા રોગો સામે સંવેદનશીલ બનાવે છે, જે નવા જન્મેલા બાળકોના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. એપોલોક્રેડલ અને ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, બેંગલુરુના વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર ગરિમા જૈનના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે, તેથી જ રસીકરણ અનિવાર્ય બની જાય છે. “ગર્ભાવસ્થા દરમિયાન, ટિટાનસના બેશોટ આવશ્યક છે. અમે ટિટાનસ રસીકરણના નિયમનું સારી રીતે પાલન કર્યું હોવાથી સગર્ભાસ્ત્રીઓ અને નવા જન્મેલા બાળકોમાં ટિટાનસને દૂર કર્યું છે,”
અપોલો હોસ્પિટલ, દિલ્હીના પ્રસૂતિશાસ્ત્રી અને સ્ત્રીરોગ વિજ્ઞાની ડૉક્ટર અંજના શર્મા સૂચવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન આપણે સ્ત્રીઓને અને 6 મહિના સુધીના શિશુઓને રસીકરણ દ્વારા બચાવી શકીએ છીએ.
એમએમઆર, ટીડીએપી અને એચપીવી જેવી રસીઓ સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન, ડૉ. અંજના અનુસાર“યુવાન છોકરીઓ રૂબેલા માટે સંવેદનશીલ છે કે કેમ તે જોવા માટે MMR રસીનો ઉપયોગ કરવામાં આવે છે. MMR એટલે ગાલપચોળિયાં (Mumps), ઓરી(Measles) અનેરૂબેલા (Rubella). જો તેઓ સંવેદનશીલ હોય તો અમે તેમને રૂબેલા માટે ફરીથી રસી આપી શકીએ છીએ, કારણકે તે ગર્ભાવસ્થા દરમિયાન ભારે નુકસાન પહોંચાડે છે. અછબડા અને હેપેટાઈટીસ બી માટે પણ ખૂબ જ જરૂરી છે. ગર્ભાવસ્થાના 24-28 અઠવાડિયાની વચ્ચે અમે ઈન્ફલ્યુ એન્ઝા રસીની પણ ભલામણ કરીએ છીએ. સગર્ભાસ્ત્રીઓ માટે ટિટાનસ, ડિપ્થેરિયા અને ઉટાંટિયું (Pertussis) માટેની Tdap રસી પણ મહત્વપૂર્ણ છે. જે મહિલાઓએ અગાઉ ક્યારેય ટિટાનસની રસી લીધી નથી તેઓ ટિટાનસની રસીનો પહેલો શોટ અને ટીડી એપી બૂસ્ટર લઈ શકે છે,”
સર્વિકલ કેન્સરના મોટાભાગના કેસો હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી) સાથે સંકળાયેલા છે અને તે સ્ત્રીઓમાં ચોથું સૌથી સામાન્ય કેન્સર છે. યુવાન છોકરીઓ,ખાસ કરીને 9-15 વર્ષની વય જૂથમાં, રસી લેવી જોઈએ કારણકે આ ઉંમર દરમિયાન શરીર મજબૂત એન્ટિબોડીઝ વિકસાવવામાં સક્ષમ છે.
ડૉક્ટર અંજના કહે છે, “સર્વિકલ કેન્સર વાયરસને કારણે થાય છે અને તે જાતીય સંપર્કમાં આવ્યા પછી થાય છે. તેથી, 9-15 વર્ષની વય જુથની છોકરીઓને રસી લેવાની સલાહ આપવામાં આવે છે કારણકે તે સમયે શરીર મજબૂત એન્ટિબોડીઝ વિકસાવવા માટે ખૂબ સક્ષમ છે. જો આપણે આ વય જૂથ ચૂકી જઈએ તો 26 વર્ષની ઉંમર સુધીમાં રસીકરણના ત્રણ ડોઝ લઈ શકીએ છીએ. જો આપણે તે સમય મર્યાદા પણ ચૂકી જઈએ તો મહિલાઓ 46 વર્ષની ઉંમર સુધીમાં રસી લઈ શકે છે. HPV સર્વિકલ કેન્સરની નેનો વેક્સીન સૌથી અસરકારક છે,”
Disclaimer: A public awareness initiative by GlaxoSmithKline Pharmaceuticals Limited. Information in this material does not constitute any medical advice.Please consult your physician for any medical advice. Views and opinions in quotes are of independent Health Care professional & not of GSK.NP-IN-ABX-OGM-220029,DoP May 2022