દેશી ઉપાયોથી વાળની આ રીતે રાખો સંભાળ, ઘરે જ બનાવો એલોવેરા શેમ્પૂ

Homemade aloe vera gel shampoo : એલોવેરા જીવનશૈલીમાં આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. આ એલોવેરાનું શેમ્પૂ બનાવી આપણે વાળને પહેલા કરતા વધારે સારા બનાવી શકીએ છે.

દેશી ઉપાયોથી વાળની આ રીતે રાખો સંભાળ, ઘરે જ બનાવો એલોવેરા શેમ્પૂ
Aloe vera shampoo Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 6:25 PM

વાળ વ્યક્તિના દેખાવને વધારે સુંદર બનાવે છે. એટલે જ લોકો વાળને સુંદર અને મજબૂત બનાવવા માટે ઘણા ઉપાયો કરતા હોય છે. વાળની ​​સંભાળ (hair care) માટેના ઉત્પાદનો બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ તેમાં રહેલા રસાયણો નુકસાન પણ કરી શકે છે. કંપનીઓ વતી દાવા કરવામાં આવે છે, પરંતુ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કરવો પણ ખોટું છે. તેના બદલે તમે દેશી રીતે વાળની ​​સંભાળ લઈ શકો છો. વાળ માટે ઘણા બધા ઘરેલું ઉપચાર પણ છે અને તેમાંથી એક એલોવેરા જેલનો (Aloe Vera Gel) ઉપયોગ છે.

એલોવેરા જેલને કુદરતી સૌંદર્ય માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે, જે ત્વચા અને વાળને અંદરથી સ્વસ્થ બનાવે છે. એલોવેરા જેલ વાળના વિકાસમાં સુધારો કરે છે. એલોવેરા જેલનું શેમ્પૂ તમે ઘરે પણ બનાવી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની રીત અને તેના ફાયદાઓ.

આ રીતે બનાવો એલોવેરા જેલ શેમ્પૂ

એલોવેરા જેલ શેમ્પૂ બનાવવા માટે તેના પલ્પને એક વાસણમાં કાઢીને એક તપેલીમાં પાણીમાં ગરમ ​​કરો. તેમાં થોડુ શેમ્પૂ ઉમેરો અને જ્યારે તે ઉકળે ત્યારે વિટામિન E કેપ્સ્યુલ્સ અને જોજોબા તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. ઠંડુ થયા પછી તેને બોટલમાં ભરીને જરૂર મુજબ વાળને સાફ કરો.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

એલોવેરા જેલ શેમ્પૂના ફાયદા

1. ચમકદાર વાળ: એલોવેરા જેલ શેમ્પૂની ખાસિયત એ છે કે તે વાળની ​​ખોવાયેલી ચમક પણ પાછી લાવી શકે છે. તમારે અઠવાડિયામાં બે વાર આ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. તમારા વાળ વધારે ચમકદાર બને છે.

2. વાળનો વિકાસ: એલોવેરા જેલ પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેના શેમ્પૂમાં વિટામિન ઇનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વાળના વિકાસમાં મદદરુપ થાય છે. આ શેમ્પૂનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી વાળની ​​લંબાઈ ઝડપથી વધવા લાગે છે.

3. ચામડીમાં ખંજવાળની સમસ્યા દૂર કરે છે : ચોમાસામાં ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ આવવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ તેને વધતી અટકાવવી ખૂબ જ જરૂરી છે. વાતાવરણનો ભેજ અને ગંદકી માથાની ચામડીમાં જમા થાય છે અને તે ડેન્ડ્રફનું સ્વરૂપ લે છે. ડેન્ડ્રફ ધીમે ધીમે માથામાં ખંજવાળ શરૂ કરે છે. આવી સ્થિતિમાં એલોવેરા જેલના શેમ્પૂથી આ સમસ્યા દૂર કરી શકાય છે. એલોવેરાના એન્ટીબેક્ટેરિયલ ગુણ ખંજવાળ ઘટાડવાનું કામ કરે છે.

g clip-path="url(#clip0_868_265)">