શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !

શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !

ભાદરવો મહિનો એટલે પિતૃતર્પણના દિવસો. આ દિવસોમાં દૂધપાક, વડા, પુરી ઘરમાં જ બને છે જે થોડું કાગડાઓને જમાડવામાં આવે છે અને પછી ઘરમાં બધા જમે છે. આ દિવસોમાં દૂધપાક એ દરેક ઘરમાં બનતી વસ્તુ છે, પણ તેને આરોગવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક દષ્ટિએ શું ફાયદા છે એ જાણીએ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 07, 2020 | 6:35 PM

ભાદરવો મહિનો એટલે પિતૃતર્પણના દિવસો. આ દિવસોમાં દૂધપાક, વડા, પુરી ઘરમાં જ બને છે જે થોડું કાગડાઓને જમાડવામાં આવે છે અને પછી ઘરમાં બધા જમે છે. આ દિવસોમાં દૂધપાક એ દરેક ઘરમાં બનતી વસ્તુ છે, પણ તેને આરોગવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક દષ્ટિએ શું ફાયદા છે એ જાણીએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ધાર્મિક કારણ:

ભાદરવા પુનમથી લઈને અમાસ સુધીના 16 દિવસોમાં મૃત પિતૃઓના આત્માની શાંતિ માટે પ્રયાસો કરવામાં આવે છે. એવું કહેવાય છે સંતુષ્ટ આત્મા ફરીથી પ્રેત યોનિમાં પ્રવેશતો નથી અને એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. દાદીઓ પાસેથી સાંભળ્યું છે કે પિતૃઓનો આત્મા કાગડા સ્વરૂપે સંતુષ્ટિ માટે આવે છે જેથી તેને દૂધપાક અને પુરી ખવડાવવામાં આવે છે.

વૈજ્ઞાનિક કારણ :
વિજ્ઞાન અનુસાર ભાદરવો એટલે પશુ અને પક્ષીઓમાં પ્રજનનનો મહિનો. અહીં પશુઓ અને પક્ષીઓ બચ્ચાને જન્મ આપે છે. આ સમયે માદા પક્ષીઓને પોષણની જરૂર હોય છે પણ તે વિયાયેલા હોવાથી ખોરાકની શોધમાં જઈ ન શકે એટલે આવા ભૂખ્યા અને અસંતુષ્ટ પક્ષીઓને ખવડાવીને આપણે પુણ્ય મેળવીએ.

પર્યાવરણનો દ્રષ્ટિકોણ :
પીપળો અને વડલાએ વાતાવરણમાં મહત્તમ ઓક્સિજન પૂરું પાડે છે. પીપળા અને વડના બીજના વૃક્ષો બજારમાં વેચાતા નહીં મળે. પણ એવું જોવામાં આવ્યું છે કે કાગડાઓ આ વૃક્ષ પર બેસી, ફળ ખાઈ જે વિષ્ટા કરે તેમાં આ વૃક્ષના અપચિત બીજ જમીનમાં ભળી જઈ નવા વૃક્ષો ઉગાડે છે. આથી કાગડાઓ પર્યાવરણ માટે ખુબ ઉપયોગી જીવ છે જેથી આપણે આ જીવોનો ઉપકાર ચૂકવવા તેમને દૂધપાક ખવડાવીએ છીએ.

આહારશાસ્ત્રની દ્રષ્ટિએ દૂધપાક :
દરેક દ્રષ્ટિકોણમાં સંતુષ્ટિ મુખ્ય છે. દૂધ એ પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. વળી ચોખા અને ખાંડ સુપાચ્ય શર્કરા ધરાવતું હોય એનર્જીથી ભરપૂર છે. દૂધ અને ચોખાના મિશ્રણમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ અને વિટામિન બી ઉપલબ્ધ છે.

આખા શ્રાદ્ધ દરમિયાન એકાદ વાડકી દૂધપાક ખવાય તો વાંધો નહિ પણ ડાયાબિટીસના દર્દીઓ, સ્થૂળ વ્યક્તિઓએ તેનાથી પરહેજી પાળવી જોઈએ. જો વધારે દૂધપાક ખવાઈ જાય તો 1 કલાક ચાલવું, 43 મિનિટ જોગિંગ કરવું, 57 મિનિટ સાઈકલિંગ કરવું, 50 મિનિટ સ્વિમિંગ કરવું. ટૂંકમાં શરીરને નુકશાન ન થાય તે ધ્યાનમાં રાખીને ધાર્મિક પરંપરાનું પાલન કરવું ખોટું નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati