HEALTH TIPS : શરીરની મેદસ્વીતા દુર કરવા પીઓ છો Green Tea, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

HEALTH TIPS : શું તમે જાણો છો કે જો આ Green Tea ખોટા સમયે પીવામાં આવે છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ?

HEALTH TIPS : શરીરની મેદસ્વીતા દુર કરવા પીઓ છો Green Tea, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
Green Tea
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 03, 2021 | 7:58 AM

HEALTH TIPS : જો તમે શરીરની મેદસ્વીતા દુર કરવા  માટે Green Tea પીઓ છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. દરરોજ એક કપ ગ્રીન ટી પીવાથી ત્વચાને જ નહીં વાળને પણ ફાયદો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો આ ગ્રીન ટી ખોટા સમયે પીવામાં આવે છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ? આવો જાણીએ કે ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય અને રીત શું છે.

સવારે ખાલી પેટે ન પીઓ ગ્રીન ટી  જો તમે પણ તમારા શરીરની મેદસ્વીતા દુર કરવા  માટે સવારે ખાલી પેટે ગ્રીન ટી પીઓ છો તો જલ્દી જ બંધ કરી દેજો. ગ્રીન ટીમાં એન્ટીઓકિસડન્ટો અને પોલિફેનોલ હોય છે. સવારે ખાલી પેટે પીવાથી શરીરમાં ગેસ્ટ્રિક બોડી એસિડનું ઉત્પાદન વધવાનું શરૂ થાય છે, જેના કારણે વ્યક્તિને પેટની સમસ્યા થઈ શકે છે. સવારે ભૂખ્યા પેટે ગ્રીન ટી પીવા કરતા પહેલા થોડો નાસ્તો કરવો અને ત્યાર બાદ ગ્રીન ટી પીવી. 

રાત્રે સુતા પહેલા ન પીઓ ગ્રીન ટી  જો તમે અનિન્દ્રાથી પિડાતા હો તો તમારે રાત્રે સુતા પહેલા ગ્રીન ટી ન પીવી જોઈએ. ગ્રીન ટીમાં રહેલું કેફીન મેલાટોનિન હોર્મોનને છૂટા કરવામાં અવરોધરૂપ બને છે. જેના કારણે સુતા પહેલા ગ્રીન ટી પીવાથી ઊંઘ આવવામાં મોડું થઇ શકે છે. 

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

દવાની સાથે અથવા પછી ગ્રીન ટી ન પીઓ  જો તમે કોઈ દવા લો છો તો તમારે તરત જ દવા સાથે અથવા દવા પીધા પછી તરત જ ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે દવાના ડ્રગમાં હાજર રસાયણો ગ્રીન ટી સાથે પ્રતિક્રિયા આપે છે, જે એસિડિટીનું કારણ બની શકે છે. દવા હંમેશાં સાદા પાણી સાથે જ લેવી જોઈએ.

ભોજન સાથે અથવા ભોજન પછી ન પીઓ ગ્રીન ટી જો તમને એવું લાગી રહ્યું છે  કે જમ્યા પછી ગ્રીન ટી પીવાથી તમારા મેદસ્વીપણામાં ઘટાડો થશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. ભોજન સાથે અથવા ભોજન પછી તરત જ ગ્રીન ટીનું સેવન કરવાથી ખોરાકમાં રહેલા પોષકતત્ત્વોનું પોષણ શરીરને મળતા નથી, જેના કારણે શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ થઈ શકે છે. આ વાત યાદ રાખો કે જમ્યા પછી તરત ગ્રીન ટી ન પીવી જોઈએ અને ગ્રીન ટીના સેવનના 1 કલાક પછી જ કંઇક ખાવું જોઈએ. 

ગ્રીન ટીનું સેવન કરવાની યોગ્ય રીત  દિવસમાં 3 કપથી વધારે ગ્રીન ટીનું ક્યારેય સેવન ન કરો. આ કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે અને વ્યક્તિ શારીરિક નબળાઇનો શિકાર બની શકે છે. ઉપર જણાવેલી સાવધાનીઓને ધ્યાનમાં રાખીને દિવસમાં વધુમાં વધુ 3 કપ ગ્રીન ટી પીવી જોઈએ. 

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">