જીમ છોડ્યા પછી કેવી રીતે રાખશો વજન કંટ્રોલમાં,આ સુપરફૂડ્સ કરશે તમને મદદ

જીમમાં કસરત કરીને વજન તો ઘણા લોકો ઓછું કરી લે છે. પણ જીમ  છોડ્યા પછી વજન નિયંત્રણમાં રાખવું, કોઈ પડકારથી ઓછું નથી. મોટાભાગના લોકો એવા હશે જે જીમ  છોડ્યા પછી પોતાના વધતા વજનને  લઈને ખૂબ જ પરેશાન રહે છે. જો તમે પણ તે લોકોમાં સામેલ છો, જે જિમ છોડ્યા પછી પહેલાં કરતા વધારે જાડા થઈ […]

જીમ છોડ્યા પછી કેવી રીતે રાખશો વજન કંટ્રોલમાં,આ સુપરફૂડ્સ કરશે તમને મદદ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 30, 2020 | 1:37 PM

જીમમાં કસરત કરીને વજન તો ઘણા લોકો ઓછું કરી લે છે. પણ જીમ  છોડ્યા પછી વજન નિયંત્રણમાં રાખવું, કોઈ પડકારથી ઓછું નથી. મોટાભાગના લોકો એવા હશે જે જીમ  છોડ્યા પછી પોતાના વધતા વજનને  લઈને ખૂબ જ પરેશાન રહે છે. જો તમે પણ તે લોકોમાં સામેલ છો, જે જિમ છોડ્યા પછી પહેલાં કરતા વધારે જાડા થઈ ગયા છે. તો આ લેખમાં અમે તમને કેટલાક સુપરફૂડ્સ વિશે બતાવીશું. જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે.

ઈંડા  નાસ્તામાં ઈંડા ખાધા પછી જલદી ભૂખ નથી લાગતી. અને શરીરને પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો પણ મળી જાય છે. આ ઉપરાંત તમારી કેલરીને બર્ન કરવામાં પણ તમારી મદદ કરે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કાકડી કાકડી  લો કેલેરી વોટરી ફૂડ છે. જેમાં ફાઈબર અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં રહેલ ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે. એટલે કે શરીરને અંદરથી સાફ કરવામાં તે મદદ કરે છે.

સફરજન તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. આમ પણ તમે સાંભળ્યું હશે કે સફરજનના નિયમિત સેવનથી તમે અસંખ્ય બીમારીઓથી બચી શકો છો. જેથી તમે તમારી ડાયેટમાં તેને જરૂર સામેલ કરો.

પાલક પોષક તત્વોથી ભરપૂર પાલકમાં ફાઈબર તત્વ હોય છે. જે આસાનીથી પચી જાય છે. અને તમારા પાચનને પણ યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. તેને ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે. અને વારંવાર નાસ્તો કરવાથી તમે બચી શકો છો.

અવાકાડો તેમાં રહેલા એમિનો એસિડ પેટની આસપાસ જામેલી ચરબીને બેલેન્સ કરવામાં મદદ કરે છે. જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે. તેમાં ફાઈબર પણ વધારે માત્રામાં હોય છે જેથી એવાકેડો ફળ ખાધા પછી તમારું પેટ ભરેલું રહે છે, અને તમને વધુ ભૂખ નથી લાગતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">