સ્કીન ટોનર માટે બનો આત્મનિર્ભર, આ હોમ મેઇડ સ્કીન ટોનર ચહેરાને ચમકદાર બનાવશે

જે મહિલાઓ કે યુવતીઓને બહાર ગાડી પર તડકામાં ફરવાનું થતું હોય છે તેઓ સનબર્ન અને ટેનિંગથી બચવા ચહેરા પર દુપટ્ટો તો લગાવતી હોય છે કે સનસ્ક્રીન પણ લગાવતી હોય છે, પણ તે પૂરતું નથી. આજે અમે તમને બતાવીશું એવા સ્કિન ટોનર જે તમે ઘરે જ બનાવી શકો છો. અને બહારના બ્યુટી પ્રોડક્ટ પર તમારે નિર્ભર […]

સ્કીન ટોનર માટે બનો આત્મનિર્ભર, આ હોમ મેઇડ સ્કીન ટોનર ચહેરાને ચમકદાર બનાવશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 2:54 PM

જે મહિલાઓ કે યુવતીઓને બહાર ગાડી પર તડકામાં ફરવાનું થતું હોય છે તેઓ સનબર્ન અને ટેનિંગથી બચવા ચહેરા પર દુપટ્ટો તો લગાવતી હોય છે કે સનસ્ક્રીન પણ લગાવતી હોય છે, પણ તે પૂરતું નથી. આજે અમે તમને બતાવીશું એવા સ્કિન ટોનર જે તમે ઘરે જ બનાવી શકો છો. અને બહારના બ્યુટી પ્રોડક્ટ પર તમારે નિર્ભર રહેવાની જરૂર બિલકુલ નથી. તડકાના કારણે કે લાંબા સમય સુધી ફેશિયલ નહિ કરવાને કારણે તમારી સ્કિન નિસ્તેજ લાગવા લાગે છે. ત્વચા સાફ અને કાંતિવાન લાગે તે માટે આ ઘરગથ્થુ ટોનર તમને ખૂબ ઉપયોગી નીવડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

તુલસી : જો તમારી ત્વચા ઓઈલી હોય અને ખીલ થતા હોય તો તુલસીના પાનમાંથી બનાવેલ ટોનર તમને ફાયદો કરાવશે. તુલસીના પાનને પાણીમાં ઉકાળો. પાંચ મિનિટ સુધી ઉકળ્યા પછી તેને ઠંડુ થવા દો. તે પછી તેને ગાળીને સ્પ્રે બોટલ અથવા સાદી બોટલમાં ભરી દો. દિવસમાં તેનો બે ત્રણ વાર ઉપયોગ કરી શકો છો.

ફુદીનો : ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો. તે પછી પાણી ઠંડુ થાય એટલે તેને ફ્રિજમાં મૂકી દો. આને બોટલમાં ભરીને પણ રાખી શકો છો. આ ટોનરને કોટન બોલની મદદથી દિવસમાં બે વાર ચહેરા પર લગાવો. ડ્રાય સ્કિન ધરાવતી યુવતીઓ માટે તે લાભકારક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કાકડી : આ ટોનર ખાસ કરીને ઉનાળામાં વધારે સારું રહે છે. કાકડીનો રસ કાઢીને તેને બોટલમાં ભરી દો. ઈચ્છો તો કાકડીને છીણીને તેના રસના આઈસ્ક્યુબ પણ જમાવી શકો છો. આ ક્યુબ્સને ચહેરા પર ઘસો. કાકડીના રસમાં કોટનબોલ પલાળી તેને આંખો પર મુકવાથી આંખોને ઠંડક મળે છે.

ગ્રીન ટી : એક કપ ગરમ પાણીમાં એક ગ્રીન ટી બેગ પલાળો. જ્યારે ગ્રીન ટી ઠંડી થઈ જાય ત્યારે તેમાંથી ટી બેગ કાઢી નાંખો અને એક ચમચી એપલ વિનેગર મિક્સ કરો. આ ટોનરને ફ્રિજમાં ઠંડુ થવા દો. અને દિવસમાં બે ત્રણ વાર ચહેરા પર લગાવો. એનાથી ત્વચા કાંતિવાન થશે.

એલોવેરા : એક કપ એલોવેરા જેલમાં પા કપ કાકડીનો રસ સારી રીતે ભેળવો. આ ટોનરમાં કોટનબોલ પલાળી તેનાથી ચહેરો અને ગરદન સાફ કરો અથવા સ્પ્રે બોટલમાં ભરી ચહેરા પર સ્પ્રે કરો. તેનાથી ત્વચા પરનો મેલ દૂર થાય છે. થોડીવાર રહીને ચહેરો પાણીથી ધોઈ લો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">