અનિંદ્રાથી પીડાવો છો? સારી ઊંઘ માટે આ પ્રેશર પોઈન્ટ અપનાવી જુઓ
વર્ષ 2010માં ઈન્ટરનેશનલ જર્નલ ઓફ નર્સીગ સ્ટડીઝમાં પ્રકાશિત એક શોધ મુજબ 5 સપ્તાહના એક્યુપ્રેશર ઉપચાર પછી અનિંદ્રાના દર્દીઓની ઊંઘમાં સુધારો જોવા મળ્યો હતો. આ શોધ 25 દર્દીઓ પર કરાઈ હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો 1). સ્પ્રીટ ગેટ: આ પોઈન્ટ હાથની નાની આંગળીની લાઈનમાં કાંડાના પાછળના […]

વર્ષ 2010માં ઈન્ટરનેશનલ જર્નલ ઓફ નર્સીગ સ્ટડીઝમાં પ્રકાશિત એક શોધ મુજબ 5 સપ્તાહના એક્યુપ્રેશર ઉપચાર પછી અનિંદ્રાના દર્દીઓની ઊંઘમાં સુધારો જોવા મળ્યો હતો. આ શોધ 25 દર્દીઓ પર કરાઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1). સ્પ્રીટ ગેટ:
આ પોઈન્ટ હાથની નાની આંગળીની લાઈનમાં કાંડાના પાછળના ભાગમાં હોય છે. નાના ગોળાની કલ્પના કરીને તેને હળવા હાથેથી ઉપરથી નીચે તરફ અથવા ગોળાકારમાં દબાવો. બે થી ત્રણ મિનિટ સુધી આવું કરો. થોડી સેકન્ડ માટે હાથને દબાવી રાખો.

2). થ્રિ યીન ઇન્ટરસેક્શન :
આ પોઈન્ટ પગમાં અંદરની તરફ એન્કલથી થોડું ઉપર હોય છે. એન્કલથી ચાર આંગળી ઉપર એક મોટો ગોળાકાર બનાવો. હવે તેને જોરથી દબાવો. તેને પણ ગોળાકાર અથવા ઉપરથી નીચે દબાવો. ગર્ભવતી મહિલાઓ આ પોઈન્ટને ન દબાવે.

3). બબલિંગ સ્પ્રિંગ :
આ પોઈન્ટ પગના તળિયામાં નીચે હોય છે. પગના અંગુઠાને અંદરની તરફ વાળવાથી તળિયામાં બનેલા ખાડાની આકૃતિ પાસે હોય છે. પીઠના બળે ઊંઘી જાઓ. ઘૂંટણને વાળો. અંગૂઠા અને આંગળીને વાળો. ખાડાવાળા ભાગમાં ઉપરથી નીચે કે ગોળાકારમાં પ્રેશર આપો.

4). ઈનર ફ્રન્ટીયર ગેટ:
આ પોઈન્ટ કાંડા પાસે અંદરની તરફ બંને મુખ્ય નસોની વચ્ચે હોય છે. હાથને સીધા કરો. જેમાં હથેળી ઉપરની તરફ હોય. કાંડાથી લગભગ 3 આંગળી નીચે બંને નસની વચ્ચે પોઈન્ટ નક્કી કરી ગોળાકાર કે ઉપર નીચે દબાવો.

5). વિન્ડ પુલ :
વિન્ડ પુલ પોઈન્ટ ગરદનના પાછળ માંસપેશીઓ અને ખોપડી સાથે જોડતાં સ્ટ્રક્ચર પર આવેલા હોય છે. હાથની આંગળીઓને વાળીને અંગુઠાને બહાર કાઢીને કપ શેપ બનાવો અને પોઈન્ટ પર ગોળાકાર અથવા ઉપર નીચે 5 સેકન્ડ સુધી દબાવો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
