AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga for Cured TB patient : ગુજરાતની 6 મેડીકલ કોલેજમાં ટી.બી.થી સાજા થયેલા દર્દીઓ માટે યોગ કોર્સ શરૂ કરાયા

Yoga for Cured TB patient : પ્રત્યેક મેડિકલ કોલેજમાં ઓછામાં ઓછા 20 ટીબીના સાજા થયેલા દર્દીઓને યોગગુરુ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.

Yoga for Cured TB patient : ગુજરાતની 6 મેડીકલ કોલેજમાં ટી.બી.થી સાજા થયેલા દર્દીઓ માટે યોગ કોર્સ શરૂ કરાયા
ટી.બી.થી સાજા થયેલા દર્દીઓ માટે યોગ કોર્સ
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 21, 2021 | 11:13 PM
Share

Yoga for Cured TB patient : ઈન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે “Yoga for Cured patient ” થીમ અંતર્ગત પલ્મોનરી રીહેબીલીટેશનના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં કુલ 6 મેડિકલ કોલેજ ખાતે યોગનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રત્યેક મેડિકલ કોલેજમાં ઓછામાં ઓછા 20 ટીબીના સાજા થયેલા દર્દીઓને યોગગુરુ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.

કુલ 21 દિવસનો યોગ કોર્સ ટી.બી.થી સાજા થયેલા દર્દીઓ માટે યોગ કોર્સ (Yoga for Cured TB patient) શરૂ કરતા પહેલા તમામ દર્દીઓના blood report, chest x ray, pulmonary function test વગેરે કરવામાં આવ્યા હતા.  7 દિવસ માટે આ તમામ દર્દીઓને સેન્ટર પર બોલાવી યોગ શીખવાડવામાં આવશે તેમજ અન્ય 14 દિવસ દર્દીઓ પોતાના ઘરે જ આ યોગનું અનુકરણ કરશે અને 21 દિવસ બાદ તમામ દર્દીઓના ફરીથી blood test, Chest Xray, pulmonary function test વગેરે કરવામાં આવશે.

આ 6 મેડીકલ કોલેજમાં કોર્સ શરૂ કરવામાં આવ્યો ટી.બી.થી સાજા થયેલા દર્દીઓ માટે યોગ કોર્સ (Yoga for Cured TB patient) માટે રાજ્યમાં આ 6 મેડીકલ કોલેજ ખાતે યોગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે-

1) બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ. 2) મેડીકલ કોલેજ, વડોદરા. 3) ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ, સુરત. 4) એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગર. 5) ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ, ભાવનગર. 6) GMIRS મેડીકલ કોલેજ, ગાંધીનગર.

ટીબીના દર્દીઓને યોગથી થતા લાભ ટીબી ( ક્ષય ) રોગની બિમારી મુખ્યત્વે શ્વસનતંત્રના ફેફસાંને (Pulmonary TB) અસર કરતી બિમારી છે. જેમાં ફેફસાંની પેશીને ચેપ લાગતા તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. ફેફસાંમાં લાગતા ચેપના કારણે જરૂરી પ્રાણવાયુ (ઓક્સીજન) સહેલાઈથી શરીરને મળતો ન હોવાથી થાક લાગવો, સ્વભાવ ચિડીયો થવો જેવી અસર થાય છે. જેના કારણે કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.

યોગ શ્વસન સાથે જોડાયેલ સ્નાયુઓ, ઉદરપટલ અને ફેફસાંની પેશીઓને મજબૂત કરે છે. ટીબી રોગના દર્દીના પુનર્વસન માટે (Rehabilitation ) ફેફસાંની કાર્યક્ષમતામાં વધારો કરી શ્વસનતંત્ર મજબૂત કરવું જરૂરી છે. યોગ શરીર અને મનની મજબૂતાઈ સાથે કાર્યક્ષમતામાં વધારો કરે છે.

યોગ યંત્રવત રીતે શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને મનને શાંત પાડી સ્વસ્થતાની અનુભૂતિ કરાવે છે. પ્રાણાયામ એ શ્વાસ-ઉચ્છવાસની ક્રિયામાં સુધારો કરી શરીરને જરૂરી પ્રાણવાયુ (ઓક્સિજન) પુરો પાડે છે. ટીબીની સારવાર સાથે શ્વસનતંત્રને મજબુત કરવા યોગ એ અસરકારક શસ્ત્ર છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">