World Sparrow Day : આજે છે વિશ્વ ચકલી દિવસ, આ રીતે યુવાનો કરી રહ્યા છે ઉજવણી

"તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું, મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું." ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ લાઇન પ્રખ્યાત કવિ રમેશ પારેખની છે.

World Sparrow Day : આજે છે વિશ્વ ચકલી દિવસ, આ રીતે યુવાનો કરી રહ્યા છે ઉજવણી
World Sparrow Day 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 20, 2021 | 1:13 PM

આજે ૨૦મી માર્ચ સમગ્ર દુનિયામાં “Sparrow Day” તરીકે ઉજવવામાં આવે છે. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે- ‘ચીં…ચીં..’ ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે માનવ જાત કંઈ નહીં કરે તો આ ચકલીઓ ખૂબ ઝડપથી હમેશાને માટે લુપ્ત થઈ જશે !

World-Sparow-Day

World-Sparow-Day

આપણે જરા વિચારીએ, આજથી 10-12 વર્ષ પહેલાં આપણા ઘરની આસપાસ જેટલી ચકલીઓ જોવાં મળતી તેટલી ચકલીઓ આજે જોવા મળે છે ખરી ? કદાચ આપણો જવાબ ના હશે. આ ટચૂકડી ચકલીઓ આપણા પર્યાવરણ અને ‘ઈકોસીસ્ટમ’નો ખૂબ અગત્યનો ભાગ છે. તેમને લુપ્ત થવા દેવી એ આપણા પર્યાવરણને પોસાય તેમ નથી. ઝીણાં અવાજે ચીં….ચીં… કરી પોતાને બચાવી લેવાની અપીલ કરતીચકલીઓનાં અસ્તિત્વને મરણતોલ ફટકો આપવા માટે જો કોઈએ આરોપીનાં પીંજરામાં ઉભા રહેવું પડે તો તે આરોપી તરીકે આપણે માનવો પોતે જ છીએ.

ચકલીઓ ઘટવાનું કારણ ચકલીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલ ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્યાનો અભાવ, ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો, ખેત ઉત્પાદનો ઉપર રહેલ ઝેરી રસાયણોનો છંટકાવ, બ્રીડીંગ ઓપર્ચ્યુનીટીમાં ઘટાડો સહિતના કારણો ચકલીઓની ઘટતી જતી સાંખ્યામાં જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આડેધડ ઝાડવાઓનું નિકંદન અને શહેરી વિસ્તારનો ઝડપથી વ્યાપ વધવાને કારણે ફ્રેન્ડલી નેબરહૂડ કહી શકાય તેવી ચકલીઓના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે. ઈન્ટરનેટ અને મોબાઈલ ટીવીના ઓડિયો-વિડીયો તરંગો (Waves)ના ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીયશને પણ ચકલીના ઘટાડામાં કોઈ કસર છોડી નથી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ચકલીઓને બચાવવા આટલું કરીએ [1] ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ. [2] ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ. [3] દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ. [4] ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ. [5] બાલકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.

ગાંધીનગરના યુવાનો આ રીતે ઉજવી રહ્યા છે વિશ્વ ચકલી દિવસ

ગાંધીનગર શહેરની પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ સંસ્થા પશુ-પક્ષીઓની મદદ કરે છે. જો કોઇ ઘાયલ પશુ-પક્ષીઓ વિશે માહિતી મળે તેઓ સારવાર કરાવે છે. આ ઉપરાંત તેઓ પશુ-પક્ષીઓ માટે દર વર્ષ ઉનાળાની ઋતુમાં લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ પણ કરે છે. PYST ટીમના તેજસ ગામિત જણાવે છે કે વિશ્વ ચકલી દિવસના બીજા દિવસે એટલે કે રવિવારે તારીખ :-૨૧/૦૩/૨૦૨૧ ના રોજ બપોરે :- ૩:૦૦ કલાકે, સેક્ટર :-૧૭/૨૨ “ચીપ” ટાઈપ શોપિંગ સેન્ટર ખાતેથી વિના મૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમ ચકલીને બચાવવા માટે લોકોમાં જાગૃતિ કેળવવા હેતુથી કરવામાં આવી રહ્યો છે

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">