AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PUBG ગેમની લતમાં યુવતીએ પોલીસ બોલાવી અને કરી આ માગણી!

PUBG ગેમને લઈને સવાલો ઉભા થઈ ચૂક્યાં છે અને તેના લીધે વિદ્યાર્થીઓના ભણતર પર પણ અસર પડે છે આવા પ્રશ્નો વાલીઓ પણ કરતાં હોય છે. PUBG ગેમને લઈને હવે એક દંપતિને છૂટાછેડા લેવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતી એક યુવતીને PUBG ગેમની લત છે અને તેના લીધે એક મોટી સમસ્યા ઉભી થઈ છે. 19 […]

PUBG ગેમની લતમાં યુવતીએ પોલીસ બોલાવી અને કરી આ માગણી!
| Updated on: May 17, 2019 | 1:07 PM
Share

PUBG ગેમને લઈને સવાલો ઉભા થઈ ચૂક્યાં છે અને તેના લીધે વિદ્યાર્થીઓના ભણતર પર પણ અસર પડે છે આવા પ્રશ્નો વાલીઓ પણ કરતાં હોય છે. PUBG ગેમને લઈને હવે એક દંપતિને છૂટાછેડા લેવાનો કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદમાં રહેતી એક યુવતીને PUBG ગેમની લત છે અને તેના લીધે એક મોટી સમસ્યા ઉભી થઈ છે. 19 વર્ષની આ યુવતી જે એક બાળકની પણ માતા છે તેને અભયમ પર ફોન કરીને મદદ માગી હતી. જ્યારે મહિલા પોલીસ આવી ત્યારે તેઓ પણ કારણ જાણીને નવાઈ પામ્યા હતા. યુવતીએ કહ્યું કે તે પોતાના પતિ પાસેથી છૂટાછેડા લેવા માગે છે અને હવે PUBG પાર્ટનરથી સાથે રહેવા માગે છે.

આ પણ વાંચો: ગાંધીનગર સિરિયલ કિલિંગ કેસમાં નવો વણાંક, ગુજરાતથી મુંબઈ સુધીનું કનેક્શન ખુલ્યું

યુવતી એક સારા સુખી પરિવારમાંથી આવે છે અને આ ગેમની લતના કારણે જ તેને પોતાના પતિ સાથે રહેવું નથી. મહિલાએ કહ્યું કે તેની સાથે કોઈપણ પ્રકારની ઘરેલું હિંસા કરવામાં આવતી નથી પણ બસ તેને પોતાના PUBG પાર્ટનર સાથે જ રહેવું છે. આથી તે પોતાના પતિ પાસેથી છૂટાછેડા ઈચ્છી રહી છે.

આમ PUBG ગેમના લીધે એક પરિવાર તૂટવાના આરે આવી ગયો છે. ગેમને લઈને સમાજમાં એક નવા જ પ્રકારની સમસ્યા સામે આવી રહી છે. આ ગેમની લતના લીધે હવે પરિવારમાં પણ ફાટાઓ પડી રહ્યાં છે તેવા સમાચારો મળી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">