Hardik Patel Resign : ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવનાર હાર્દિક પટેલ શું કેસરિયા કરશે ? જાણો હાર્દિકે શું કહ્યું

|

May 19, 2022 | 2:12 PM

Hardik Patel Press Conference : કોઈ કોંગ્રેસ (Congress) છોડી ત્યારે તે વેચાઈ ગયો કે ડરી ગયો કહેવાય છે,પરંતુ દેશભરમાં 117 નેતાઓએ કોંગ્રેસ પક્ષ છોડ્યો ત્યારે તમારે તમારી જાત પર ચિંતન કરવાની જરૂર છે.

Hardik Patel Resign : ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવનાર હાર્દિક પટેલ શું કેસરિયા કરશે  ? જાણો હાર્દિકે શું કહ્યું
Hardik Patel

Follow us on

Hardik Patel : હાર્દિક પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતે શા માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તે મુદ્દે વિસ્તારથી સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મેં ભાજપમાં (BJP Party) જોડાવાનો કોઈ નિર્ણય લીધો નથી. તેમણે આ સાથે કોંગ્રેસની નેતાગીરી સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોઈ કોંગ્રેસ છોડીને જાય છે ત્યારે તે વેચાઈ ગયો કે ડરી ગયો તેમ કહેવાય છે પણ આટલી મોટી સંખ્યામાં લોકો પાર્ટી છોડીને ગયા છે ત્યારે તમારે તમારી જાત પર મનન કરવાની જરૂર છે. કોંગ્રેસે ગુજરાતમાં (Gujarat) કામના લોકોને ઉપયોગ જ કર્યો છે અને સમય આવે ત્યારે તેને ઉપયોગ કરી ફેકી દેવાયા હતા. ગુજરાતમાં કોંગ્રેસમાં જેટલા મજબુત નેતા આવ્યા તેની સાથે આવું જ થયું છે.

હાર્દિકે પટેલે ભાજપમાં જોડાવાના સવાલ પર કરી સ્પષ્ટતા

હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,મેં ગઈ કાલે રાજીનામું આપ્યું ત્યારે કોઇએ સોશિયલ મીડિયામાં (Social Media)પોસ્ટ મૂકી હતી કે પાટીદાર યુવાનોના મોતને ભુલીને શું હાર્દિક ભાજપમાં જશે ? તો આવા લોકોને હું કહેવા માગું છું કે મે કોંગ્રેસમાંથી રાજુનામું આપ્યું છે તેનો અર્થ એ નથી કે હું ભાજપમાં જાઉં છું. મે ભાજપમાં જોડાવાનો કોઈ નિર્ણય લીધો નથી.વધુમાં તેણે કહ્યું કે, કોઈ કોંગ્રેસ છોડી ત્યારે તે વેચાઈ ગયો કે ડરી ગયો કહેવાય છે પણ દેશભરમાં 117 નેતાઓએ કોંગ્રેસ પક્ષ છોડ્યો ત્યારે તમારે તમારી જાત પર ચિંતન કરવાની જરૂર છે.

ગુજરાતના(Gujarat) રાજનીતિમાં રોજ નવા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી હાર્દિક પટેલની (Hardik patel resign) કોંગ્રેસ સામેની નારાજગીનો આખરે અંત આવ્યો છે. હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું ધરી કોંગ્રેસને આખરે અલવિદા કહી દીધું છે. હાર્દિક પટેલના ગુજરાત કોંગ્રેસમાંથી (Congress) રાજીનામા બાદ હવે હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેની પર સૌ કોઇની નજર મંડરાયેલી છે. ત્યારે આજે તેણે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે તેણે હજુ સુધી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Next Article