AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને વધારે ઉત્પાદન મેળવવા માટે ઉપયોગી સોઇલ હેલ્થ કાર્ડ યોજના શું છે? જાણો સંપૂર્ણ માહિતી

આ યોજના અંતર્ગત ખેડુતોને જમીન આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે. ખેડૂત દ્વારા ઉત્પાદનને સુધારવામાં મદદ માટે ખેતરો માટે જરૂરી પોષક તત્વો અને ખાતરોની પાકવાર ભલામણો મેળવશે.

ખેડૂતોને વધારે ઉત્પાદન મેળવવા માટે ઉપયોગી સોઇલ હેલ્થ કાર્ડ યોજના શું છે? જાણો સંપૂર્ણ માહિતી
Soil Health Card
| Updated on: May 05, 2021 | 11:49 AM
Share

ભારત સરકારે ફેબ્રુઆરી 2015 થી સોઇલ હેલ્થ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત ખેડુતોને જમીન આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે. ખેડૂત દ્વારા ઉત્પાદનને સુધારવામાં મદદ માટે ખેતરો માટે જરૂરી પોષક તત્વો અને ખાતરોની પાકવાર ભલામણો મેળવશે. તમામ પરીક્ષણો જમીન પરીક્ષણ પ્રયોગશાળાઓમાં હાથ ધરવામાં આવશે જ્યાં જમીનની શક્તિ અને નબળાઇઓનું વિશ્લેષણ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવશે અને ખેડુતો તે માટે કયા પગલા લેવા તે અંગે માહિતગાર કરવામાં આવશે. જમીનનું પરિણામ અને સૂચનો કાર્ડ્સમાં દર્શાવવામાં આવશે.

સોઇલ હેલ્થ કાર્ડ યોજનાના ઉદ્દેશો: * જમીનની ગુણવત્તા અને ખેડુતોની નફાકારકતામાં વધારો કરવો * જમીનના વિશ્લેષણ પર માહિતી અપડેટ કરવી * ખેડુતોને જમીન પરીક્ષણની સુવિધા પુરી પાડવી

સોઇલ હેલ્થ કાર્ડ શું છે? * સોઇલ હેલ્થ કાર્ડ એ જમીનની ફળદ્રુપતાની સ્થિતિ અને પાકના ઉત્પાદકતાને અસર કરતા અન્ય મહત્વપૂર્ણ જમીન પરિણામોનો વિગતવાર અહેવાલ છે. * સોઇલ હેલ્થ કાર્ડ એક અહેવાલ છે, જેમાં પોષક તત્વોના સંદર્ભમાં જમીનની પોષક સ્થિતિ છે. * પીએચ, ઇસી, ઓર્ગેનિક કાર્બન , નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, ઝીંક, બોરોન, આયર્ન, મેંગેનીઝ અને કોપર. * રાજ્ય સરકાર કૃષિ વિભાગના કર્મચારીઓ દ્વારા અથવા કોઈ આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ દ્વારા નમૂનાઓ એકત્રિત કરશે. * રાજ્ય સરકાર સ્થાનિક એગ્રીકલ્ચર કોલેજોના વિદ્યાર્થીઓને પણ શામેલ કરી શકે છે. * રવિ અને ખરીફ પાકની લણણી પછી ક્રમમાં અથવા ખેતીમાં ઉભા પાક ન હોય ત્યારે માટીના નમૂના વર્ષમાં સામાન્ય રીતે બે વાર એકત્રિત કરવામાં આવે છે.

સોઈલ હેલ્થ કાર્ડની ઉપયોગીતા: * જમીનમાં લભ્ય પોષકતત્વોના પ્રમાણ ઉપરથી પાકને જરૂરી પોષક તત્વો પુરા પાડવાની જમીનની ક્ષમતાનો ખ્યાલ આવે છે. * કયા પાકમાં કેટલું ખાતર કયારે અને કેવી રીતે આપવું તેની સચોટ ગણતરી થઈ શકે છે. * સોઈલ હેલ્થ કાર્ડના આધારે જમીનમાં કયો પાક વધુ ફાયદાકારક છે તે પણ નકકી કરી શકાય છે. * ખાતરોના બીનજરૂરી વધુ વપરાશને રોકીને તથા આવશ્યક પોષકતત્વો ઉમેરવાની સલાહ મળે છે. * સોઈલ હેલ્થ કાર્ડ ઉપરથી જમીનની ખારાશનો અંદાજ આવવાથી તે પ્રમાણે ખારાશ પ્રતિરોધક પાકો, પાકની જાતો તથા જમીન સુધારકોના ઉપયોગની વિગતો મળે છે. * સોઈલ હેલ્થ કાર્ડની વિગતના આધારે પાકનું આયોજન કરવામા આવે તે અત્યંત આવશ્યક છે. * સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચેનો સેતુ છે.

સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની વધુ માહિતી માટે ખેડૂતો નીચે આપેલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. https://soilhealth.dac.gov.in/

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">