હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, હજુ ત્રણ દિવસ સુધી રહેશે વરસાદનું જોર- Video

|

Aug 27, 2024 | 8:27 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ ભારે રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડશે. જુનાગઢ, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં હજુ 30 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે. જેમા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે. જુનાગઢ, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે. આગામી 30 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા પડશે. 30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ડીપ ડિપ્રેશન બનવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 102 ટકા વરસાદ પડી ગયો છે. 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાંથી 3 તાલુકમાં 12 ઇંચ, 1 તાલુકામાં 11 ઇંચ, ત્રણ તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નર્મદા ડેમ ભયજનક સપાટીથી માત્ર 3 મીટર દૂર છે. 24 કલાકમાં વરસાદના કારણે 1 દાહોદ અને 2 ગાંધીનગરમાં કુલ 3ના મોત થયા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે માર્ગ વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. ચોમાસા દરમિયાન ધોધામર વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થતા આજની તારીખે 636 રસ્તાઓ બંધ છે. જેમાં સ્ટેટહાઈવે 34, પંચયાતના 557 અને અન્ય 44 માર્ગો બંધ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ ઉપર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, અત્યંત ભારે કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે, નદી તળાવની આસપાસ ન જાય અને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરે તથા પાણીનું વહન વધુ હોય તેવા વિસ્તારોમાં ન જાય. આ ઉપરાંત મહાનગરોમાં પણ ભારે વરસાદને કારણે વાહનચાલકોને જરૂરિયાત સિવાય રસ્તા ઉપર વાહન લઈને ન નીકળે અને પાણી ભરાયું હોય તેવા સ્થળ ઉપર જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article