અમદાવાદ: ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ ઐતિહાસિક વસાહતને તહસ-નહસ કરવાના પ્રયાસ, રહેવાસીઓ છેલ્લે સુધી લડી લેવાની તૈયારીમાં

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ખુદ ગાંધીજીએ વસાવેલી એક સૈકા જૂની વસાહત હવે ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં. કારણ કે વર્ષ 1917માં ગાંધીજીએ વસાવેલા 214 અંતેવાસી પરિવારોને બેઘર કરી નાંખવાની પેરવી શરૂ થઈ છે. ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ વિકાસ કરવાના બહાને એક સૈકા જૂની આ ઐતિહાસિક વસાહતને તહસ-નહસ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અલબત, […]

અમદાવાદ: ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ ઐતિહાસિક વસાહતને તહસ-નહસ કરવાના પ્રયાસ, રહેવાસીઓ છેલ્લે સુધી લડી લેવાની તૈયારીમાં
Follow Us:
| Updated on: Jan 30, 2020 | 6:28 AM

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ખુદ ગાંધીજીએ વસાવેલી એક સૈકા જૂની વસાહત હવે ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં. કારણ કે વર્ષ 1917માં ગાંધીજીએ વસાવેલા 214 અંતેવાસી પરિવારોને બેઘર કરી નાંખવાની પેરવી શરૂ થઈ છે. ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ વિકાસ કરવાના બહાને એક સૈકા જૂની આ ઐતિહાસિક વસાહતને તહસ-નહસ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અલબત, ગાંધીજીના અંતેવાસી એવા અહીંના રહેવાસીઓ કોઈપણ ભોગે અને કિંમતે પોતાની ઐતિહાસિક ઓળખ ગુમાવવા માગતા નથી અને છેલ્લે સુધી લડી લેવાની તૈયારી દર્શાવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પરિવારોને અહીંથી ઉખેડી ફેંકવાનો કારસો રચાઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે ગાંધી આશ્રમ બચાઓ સમિતિએ જણાવ્યું છે કે, હાલ અહી 214 આ પરિવારોએ અહીં દબાણ કરેલું નથી કે કોઈના મકાનો ખરીદીને વસવાટ કર્યો નથી. ત્રણેક એકર જેટલી જમીનમાં પથરાયેલી ગાંધીજીના અંતેવાસીઓની આ વસાહત હાલ ડેવલોપમેન્ટ સ્કિમના બહાના તળે ખાલી કરાવવા પ્રયાસો થઈ રહ્યા છે. એક તરફ ગાંધી આશ્રમના વિકાસની વાતો થઈ રહી છે તો બીજી તરફ આ ઐતિહાસિક સંભારણાને દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ કેવો ગાંધીવાદ? તેવો સવાલ પણ સમિતિએ ઉઠાવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણીના ઉપલક્ષમાં સરકારે આશ્રમના વિકાસ માટે રૂ.10 કરોડની રકમ ફાળવી હતી. આ રકમમાંથી ગાંધી આશ્રમનો જ ભાગ ગણાતી ત્રણ એકરમાં ફેલાયેલી વસાહતમાં એક પણ રૂપિયાનું કામ કરવામાં આવ્યું નથી. ગાંધી આશ્રમ બચાઓ સમિતિએ જણાવ્યું છે કે, એક સમયે ગાંધી આશ્રમ 104 એકર જગ્યામાં પ્રસરેલો હતો. ધીમે ધીમે જગ્યાઓ વેચાતી ગઈ અને આજે ફક્ત 6 એકર જમીન ગાંધી આશ્રમ પાસે બચી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેમાં 3 એકરમાં ગાંધી સ્મારક સંગ્રહાલય છે અને 3 એકરમાં ગાંધીજીએ વસાવેલા અંતેવાસીઓ વસવાટ કરી રહ્યા છે. આ અંગે સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીએ જણાવ્યું કે ગાંધીજીના નામે કંઈ જ ખોટુ ન થઈ શકે. કોઈને દુઃખી કે વિવાદ વગર સંવાદથી જ કામ થશે. બીજી તરફ 287 કરોડના ખર્ચે આશ્રમનો વિકાસ કરવાની મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટ-ગોંડલ હાઈવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">