ગુજરાતમાં 1લી એપ્રિલથી શરૂ કરાશે જળસંચય અભિયાન,સીએમ રૂપાણી પાટણના વડાવળી ગામેથી પ્રારંભ કરાવશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતને પાણીદાર-વોટર સરપ્લસ સ્ટેટ બનાવી જળ સમૃદ્ધ ગુજરાતની પ્રતિબદ્ધતા સાથે Sujalam Sufalam જળ અભિયાનનો ચોથો તબક્કો ગુરુવાર અને તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી શરૂ કરાવશે.

ગુજરાતમાં 1લી એપ્રિલથી શરૂ કરાશે જળસંચય અભિયાન,સીએમ રૂપાણી પાટણના વડાવળી ગામેથી પ્રારંભ કરાવશે
ગુજરાતમાં 1લી એપ્રિલથી શરૂ કરાશે જળસંચય અભિયાન
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 7:22 PM

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતને પાણીદાર-વોટર સરપ્લસ સ્ટેટ બનાવી જળ સમૃદ્ધ ગુજરાતની પ્રતિબદ્ધતા સાથે Sujalam Sufalam જળ અભિયાનનો ચોથો તબક્કો ગુરુવાર અને તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી શરૂ કરાવશે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં આ અભિયાન આગામી તા.૩૧મી મે સુધી હાથ ધરાવાનું છે. આ Sujalam Sufalam જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂન: જિવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. આ ચોથા તબક્કાના સુજલામ સુફલામ જળ અભિયાનના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી આ અભિયાનનો પ્રારંભ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામના તળાવને લોકભાગીદારીથી ઊંડા ઉતારવાની કામગીરીથી કરાવવાના છે. આ તળાવ ઊંડું થવાને પરિણામે ૧૦ લાખ ઘનફૂટ પાણી તળાવમાં ભરાવાની સંગ્રહ ક્ષમતા થશે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સમગ્ર રાજ્યમાં Sujalam Sufalam જળ અભિયાનના ચોથા ચરણ દરમ્યાન લોકભાગીદારીથી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઊદ્યોગ ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રાજ્ય સરકારના જાહેર સાહસો વગેરેના સહયોગથી કુલ રૂ. ૪૮,પ૬૪ લાખના ખર્ચે ૧૮,પ૮ર જળસંચય કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે

આ કામોને પરિણામે અંદાજે ર૦ હજાર લાખ ઘનફૂટ જથ્થાનો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે.આ બધા કામો માટે આશરે ૪પ૦૦ થી વધુ એક્ષેવેટર અને ૧પ૦૦૦થી વધુ ટ્રેકટર-ડમ્પર ઉપયોગમાં લેવાશે.

Sujalam Sufalam જળ અભિયાનના આ વર્ષના જે ૧૮પ૮ર કામોનું આયોજન જળસંપતિ વિભાગે હાથ ધર્યુ છે તેમાં લોકભાગીદારીથી ૬૩ર૩ તળાવો, ચેકડેમ, જળાશયો, ઊંડા ઉતારવા ડીસીલ્ટીંગ કરવાની કામગીરી કરાશે. આ હેતુસર ૬૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર અને ૪૦ ટકા સ્વૈચ્છીક સંસ્થા કે દાતાઓ ઉપાડશે.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલા આ કામો અને સારા વરસાદને પગલે રાજ્યમાં વિશાળ જળસંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે.

આ જળસંચય અભિયાનથી રાજ્યભરમાં પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે તેમજ સ્થાનિક કક્ષાએ ઘરવપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાનો હલ થયો છે. આ ઉપરાંત ભૂગર્ભ જળસ્તર ભંડાર સમૃદ્ધ થવાથી ખેત ઉત્પાદનમાં વધારો અને પર્યાવરણમાં પણ સુધારો થયો છે.

હવે આ અભિયાનનો ચોથો તબક્કો તા. ૧ એપ્રિલ-ર૦ર૧થી તા.૩૧ મે-ર૦ર૧ દરમ્યાન રાજ્યભરમાં યોજાવાનો છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">