મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022: આગામી ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારા માટેની તક, ચાર અલગ અલગ દિવસે કાર્યક્રમ

|

Nov 14, 2021 | 4:10 PM

રાજ્યમાં 14, 21, 27 અને 28 નવેમ્બરના દિવસોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ એડ, નામ કમી, એડ્રેસ બદલવા માંગતા હોય તો મતદારો સુધારો કરી શકશે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022: આગામી ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારા માટેની તક, ચાર અલગ અલગ દિવસે કાર્યક્રમ
File Photo

Follow us on

રાજ્ય(State)માં મતદાર યાદી સુધારણા(Voter list correction) કાર્યક્રમ 2022 શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી, એડ્રેસ બદલવા(Change) માંગતા હોય તો મતદારો સુધારો કરી શકશે. ખાસ કરીને 18 વર્ષ અથવા તેથી વધારે ઉંમર થઈ હોય અને મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામ એડ કરાવી શકશે.

1 જાન્યુઆરી 2022ના રોજ જેમની 18 વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તો તેવા લોકો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદાર તરીકે નામ નોંધણી કરાવી શકશે. આ કાર્યક્રમ અંતર્ગત પોતાનું એડ્રેસ બદલવું હોય અથવા ઓળખપત્રમાં કોઈ ભૂલ હોય તો તેમાં પણ સુધારો કરવી શકાશે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાર પ્રકારના ફોર્મથી સુધારણા કરાવી શકાશે. નવા ચૂંટણીકાર્ડ માટે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે, ચૂંટણી કાર્ડમાં સુધારા માટે અને સ્થળાંતર કરવુ હોય તો તે માટે અલગ અલગ ફોર્મ ભરીને સુધારો કરી શકાશે

મતદાર યાદીમા નામ દાખલ કરવા માટે
મતદાર યાદીમા નામ દાખલ કરવા કે ચૂંટણી કાર્ડ માટે Form 6 ભરવાનું રહેશે. જેની સાથે એલસી, જન્મનો દાખલો, આધારકાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બીલ, ભાડા કરાર, કોઇ કુટુંબીજનનું ચૂંટણીકાર્ડ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટોની જરુર રહેશે. જો કોઇ મહિલાએ લગ્ન કર્યા બાદ નવા સ્થળે નામ ઉમેરવાનું હોય તો મેરેજ સર્ટી પણ લાવવાનું રહેશેં.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મતદાર યાદીમા નામ કમી કરવા માટે
કોઇ વ્યક્તિના લગ્ન થયા હોય અને તેને મતદાર યાદીમાં નામ કમી કરી અન્ય સ્થળે નામ ઉમેરવુ હોય અથવા તો માણસનુ મૃત્યુ થતા તેનું નામ મતદાર યાદીમાંથી કમી કરવુ હોય તો તેના માટે ફોર્મ 7 ભરવાનું રહેશે. જેના માટે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ (જો હોય તો), મરણનો દાખલો, મેરેજ સર્ટી (લગ્ન થવાથી નામ કમી કરવાનું હોય તો) લાવવાના રહેશે.

ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા
ચૂંટણીકાર્ડમાં સુધારો કરવા માટે ફોર્મ 8 ભરવાનું રહે છે. જેના માટે જે સુધારો કરવાનો હોય તે ડોક્યુમેન્ટ, એલસી, આધારકાર્ડ, એક ફોટો, રેશનકાર્ડ તથા લાઇટબીલ જેવા દસ્તાવેજ સાથે લઇ જવા.

વ્યક્તિએ એડ્રેસ બદલાવુ હોય તો
સરનામુ બદલાવા માટે મતદારે ફોર્મ 8-ક ભરવાનું રહે છે અને સાથે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ અને હાલના સરનામાની ઝેરોક્ષ સાથે લઇ જવાની રહેશે.

કયા કયા દિવસે છે મતદાર સુધારણા કાર્યક્રમ?
14નવેમ્બર(રવિવાર), 21નવેમ્બર(રવિવાર), 27(શનિવાર) અને 28 નવેમ્બર(રવિવાર)ના રોજ આ ખાસ ઝુંબેશ રાખવામા આવી છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.

કેવી રીતે કરી શકાશે સુધારો?
મતદાર તેમના જ વિસ્તારમાં મતદાન મથક પર બી.એલ.ઓ.નો સંપર્ક કરી મતદાર યાદીમાં નામ એડ અથવા તો કોઈ સુધારો કરવાનો હશે તો કરી શકશે. મતદાન મથક સુધી ન જવું હોય તો ઓનલાઈન પણ સુધારો કરી શકાશે. જેમાં વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ ડાઉનલોડ કરી અરજી કરી શકશે. અથવા તો www.voterportal.eci.gov.in કે www.nvsp.in અરજી કરી શકશે. વોટર હેલ્પલાઇન નંબર-1950.

આ પણ વાંચોઃ શા માટે મચ્છર અમુક લોકોને વધારે કરડે છે ? જાણો મચ્છર સાથે જોડાયેલી અજાણી વાતો

આ પણ વાંચોઃ ગિરનાર લીલી પરિક્રમા : 400 લોકોની મંજુરી સામે ભવનાથ તળેટીમાં 25 હજાર ભક્તો ઉમટી પડ્યા

Next Article