રોકેટ ગતિએ વધી રહ્યું છે લમ્પીનું સંક્રમણ, વલસાડ જિલ્લમાં ‘લમ્પી’ની એન્ટ્રી થતા વહીવટી તંત્ર દોડતુ થયુ

વલસાડ જિલ્લામાં લમ્પીનો એક કેસ અને 8  શંકાસ્પદ કેસ નોંધાયા છે.હાલ વાયરસનું (lumpy virus case) સંક્રમણ વધુ ફેલાય નહિ તે માટે યુદ્ધના ધોરણે પશુઓના રસીકરણની (cattle vaccination) કામગીરી કરવામાં આવી રહી છે.

રોકેટ ગતિએ વધી રહ્યું છે લમ્પીનું સંક્રમણ, વલસાડ જિલ્લમાં 'લમ્પી'ની એન્ટ્રી થતા વહીવટી તંત્ર દોડતુ થયુ
Lumpy virus valsad
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 04, 2022 | 9:39 AM

રાજ્યભરમાં (gujarat)  કહેર મચાવી રહેલા લમ્પી વાયરસની વલસાડ (Valsad)  જિલ્લામાં પણ એન્ટ્રી થતા જિલ્લાનું વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું છે.જિલ્લામાં લમ્પીનો એક કેસ અને 8  શંકાસ્પદ કેસ નોંધાયા છે.હાલ વાયરસનું (lumpy virus case) સંક્રમણ વધુ ફેલાય નહિ તે માટે યુદ્ધના ધોરણે પશુઓના રસીકરણની (cattle vaccination) કામગીરી કરવામાં આવી રહી છે.જિલ્લાની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળો પર તંત્ર વિશેષ નજર રાખી રહ્યું છે.તેમજ પશુપાલકોને પણ તમામ પ્રકારની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 20 જિલ્લામાં લમ્પીનો પગપેસારો

રાજ્યમાં લમ્પી વાયરસે (LUMPY VIRUS) કહેર વર્તાવ્યો છે.છેલ્લા 48 કલાકમાં 159 ગૌવંશ પશુઓનાં મોત થયા છે. આ સાથે જ રોગચાળાથી સત્તાવાર મોતનો આંકડો 1 હજાર 639 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 106 ગામોમાં આ વાયરસ વકર્યો છે.અત્યાર સુધી રાજ્યના 20 જિલ્લાના 2 હજાર 189 ગામો લમ્પીથી અસરગ્રસ્ત હોવાનું સરકારે જાહેર કર્યું છે. જ્યારે 14 હજાર 973 પશુઓ સારવાર હેઠળ છે.જુલાઈના મધ્યથી કચ્છ, દેવભૂમિ દ્વારકાથી સુરેન્દ્રનગર વચ્ચેના ઉત્તર સૌરાષ્ટ્રના (Saurashtra) ક્ષેત્રોમાં લમ્પીનો કેર વધી રહ્યો હોવા છતાં રાજ્યના પશુપાલના વિભાગે સ્થિતિ કંટ્રોલમાં હોવાનો દાવો કર્યો છે.ફક્ત સૌરાષ્ટ્રની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 1 હજાર 186 પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને 52 પશુનાં મોત થયા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati