VALSAD : દારૂડિયાઓથી પોલીસ સ્ટેશનો હાઉસફુલ, 31 ડિસેમ્બરની સ્પેશિયલ ડ્રાઇવ માટે પોલીસે વાડી અને હૉલ ભાડે રાખવો પડયો

|

Dec 31, 2021 | 4:32 PM

અત્યાર સુધી વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી 835 નસેડીઓ પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યા છે. સૌથી વધુ પીધેલાઓ વલસાડના પારડી પોલીસ સ્ટેશન અને ત્યારબાદ વાપી જીઆઇડીસી અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયા છે.

VALSAD : દારૂડિયાઓથી પોલીસ સ્ટેશનો હાઉસફુલ, 31 ડિસેમ્બરની સ્પેશિયલ ડ્રાઇવ માટે પોલીસે વાડી અને હૉલ ભાડે રાખવો પડયો
VALSAD: Housefull of police stations from drunkards

Follow us on

આજે થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર એટલે વર્ષ 2021નો અંતિમ દિવસ. આજના દિવસે ખાવા-પીવાનાં શોખીનો નવા વર્ષની ઉજવણી કરવા દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં જાય છે. જોકે તેમાંથી દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોવાથી અનેક વખત અકસ્માત બને છે. આથી ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવા દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલા ગુજરાતના વલસાડ જિલ્લાની પોલીસ એલર્ટ મોડ પર હોય છે. આ વખતે પણ વલસાડ પોલીસે દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશ કરતાં શોખીનોને સબક શીખવવા તમામ ચેકપોસ્ટને ચેક નાકા ઉપર પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે.

જે અંતર્ગત એક દિવસમાં વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી અત્યાર સુધી 835 જેટલા શોખીનો નશાની હાલતમાં ઝડપાયા છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે દર વર્ષે નવા વર્ષની ઉજવણી દરમિયાન વલસાડ પોલીસ એક્શન પ્લાન તૈયાર કરે છે. જે અંતર્ગત સંઘપ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ મુખ્ય રસ્તાઓ અને અંતરિયાળ રસ્તાઓ પર ચેકપોસ્ટ ઊભી કરે છે. જ્યાં પોલીસ દ્વારા રાતદિવસ પહેરો ગોઠવવામાં આવે છે. અને દારૂની છૂટ ધરાવતા આ પ્રદેશોમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોનું ચકાસણી કરવામાં આવે છે.

બ્રેથ એનાલાઇઝર જેવા સાધનોથી સજ્જ પોલીસે તમામની તપાસ કરી નશાની હાલતમાં જે લોકો ઝડપાય છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ વખતે પણ અત્યાર સુધી વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી 835 નસેડીઓ પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યા છે. સૌથી વધુ પીધેલાઓ વલસાડના પારડી પોલીસ સ્ટેશન અને ત્યારબાદ વાપી જીઆઇડીસી અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયા છે. આ સહિત જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનની જો વાત કરીએ તો જેટલા લોકો નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરતાં ઝડપાયા છે. આથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સાથે જ જિલ્લાનાં ફાર્મ હાઉસ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા કેટલાક ચોક્કસ સ્થળોએ પર પણ પોલીસ બાજ નજર રાખી રહી છે. અને ખાવા પીવાની પાર્ટીઓ યોજાતી હોય તેમને ઝડપવા પોલીસે પોતાના બાતમીદારોનું નેટવર્ક પણ સક્રિય કર્યું છે. આમ અત્યારથી જ વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનો પીધેલાઓથી ઉભરાઇ રહ્યા છે. અને તેમના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. તો આ વખતે પીધેલાઓને ખેર નથી આપને જણાવીએ કે દર વર્ષે મોટી સંખ્યામાં નશાની હાલતમાં શોખીનો પકડાતા હોવાથી પોલીસ સ્ટેશનો આરોપીઓથી ઉભરાય છે. આથી આટલી મોટી સંખ્યામાં આરોપીઓને રાખવા માટે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોની બહાર મંડપો બાંધવા પડે છે.

તો કેટલીક જગ્યાએ ખુલ્લા મેદાનોમાં કાર્યવાહી કરવામાં આવે છે. તો કેટલાક પોલીસ સ્ટેશનનો દ્વારા આરોપીઓને રાખવા માટે હોલ અને વાડીઓ પણ ભાડે રાખવામાં આવે છે. આમ વલસાડ જિલ્લામાં આ વખતે પણ પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનની બહાર આરોપીઓ માટે મંડપ બાંધવામાં આવ્યો છે. તો પારડી પોલીસે આરોપીઓને રાખવા એક હોલ ભાડે રાખ્યો છે. અને આવી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લામાં પોલીસની કાર્યવાહીમાં એટલી મોટી સંખ્યામાં આરોપીઓ ઝડપાઈ રહ્યા છે કે તેમણે રાખવા અને સંભાળવા માટે આખા જિલ્લાની પોલીસને કામે લગાવવી પડે છે. આ વખતે પણ પોલીસની આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આરોપીઓ પકડાયા હોવાથી પોલીસ સ્ટેશનમાં મેળા જેવો માહોલ છે.. પોલીસ સ્ટેશનોની બહાર પણ ઝડપાયેલા આરોપીઓને જામીન પર મુક્ત કરાવવા તેમના પરિવારજનો અને સ્વજનો પણ ઉમટ્યાં હોવાથી પોલીસ સ્ટેશનની બહાર પણ મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Funny Video : વાંદરાઓએ ભેગા મળીને મગરને કરી પરેશાન, આ મસ્તી જોઈને તમે પણ હસીને લોટ પોટ થશો

આ પણ વાંચો : Amit Shah In Ayodhya: અયોધ્યામાં ગૃહમંત્રી અમિત શાહે રામલલાના દર્શન કરી મંદિર નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

Published On - 3:55 pm, Fri, 31 December 21

Next Article