AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah In Ayodhya: અયોધ્યામાં ગૃહમંત્રી અમિત શાહે રામલલાના દર્શન કરી મંદિર નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

અમિત શાહ રામલલાના દર્શન કરવા રામ જન્મભૂમિ પરિસર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રામલલાની આરતીમાં હાજરી આપી હતી. જે બાદ તેઓ પ્રસિદ્ધ સિદ્ધપીઠ હનુમાનગઢી પહોંચ્યા.

Amit Shah In Ayodhya: અયોધ્યામાં ગૃહમંત્રી અમિત શાહે રામલલાના દર્શન કરી મંદિર નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ
Home Minister Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 3:29 PM
Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah In Ayodhya) ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે આજે અયોધ્યાની મુલાકાતે છે. અયોધ્યા પહોંચતા જ શાહ રામલલાના દર્શન કરવા રામ જન્મભૂમિ પરિસર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રામલલાની આરતીમાં હાજરી આપી હતી. આ સાથે શાહે પ્રસિદ્ધ સિદ્ધપીઠ હનુમાનગઢીમાં (Hanuman Garhi Temple) પણ પૂજા કરી હતી.

અયોધ્યામાં જાહેર સભા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ ભૂમિ ભગવાન શ્રી રામલલાના (Lord Shri Ram) જન્મસ્થળ માટે વર્ષોથી લડી રહી છે. આઝાદી પછી આપણા પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલે સોમનાથના જ્યોતિર્લિંગનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. હવે 75 વર્ષ પછી દેશના કરોડો લોકો ભાગ્યશાળી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિલા પૂજન કરવાનું કામ કર્યું.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ, સપા અને બસપાએ તેમના શાસન દરમિયાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તમને બધાને યાદ હશે કે આ લોકોએ કાર સેવકો પર ગોળીબાર કર્યો હતો. રામ સેવકો પર લાઠીઓનો વરસાદ કરવામાં આવ્યો, રામ સેવકોને મારીને સરયુ નદીમાં ફેંકી દેવામાં આવ્યા. અમિત શાહે વધુમાં કહ્યું કે જ્યારે દેશની જનતાએ પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવી ત્યારે નરેન્દ્ર મોદીજી દેશના વડાપ્રધાન બન્યા અને આજે રામલલાનું મંદિર બની રહ્યું છે તે જોવા હું આવ્યો છું.

અમિત શાહે કહ્યું કે બુઆ-બબુઆના શાસનમાં આસ્થાના પ્રતીકોનું સન્માન કરવામાં આવ્યું નથી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી દરેક આસ્થાના સ્થાનને ગૌરવ અપાવવાનું કામ કરી રહ્યા છે. બીજેપી સરકારમાં અયોધ્યાને તેની પ્રાચીન ભવ્યતામાં પાછી લાવવાનું કામ કરવામાં આવ્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના નામ પર શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે, જે વિશ્વના તમામ સ્થળોથી રામ ભક્તોને અયોધ્યા લાવવાનું કામ કરશે.

હનુમાનગઢી ખાતે પૂજા કરી

ગૃહમંત્રી તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ લગભગ દોઢ કલાકના વિલંબ સાથે રામની નગરી અયોધ્યા પહોંચ્યા. અમિત શાહનું હેલિકોપ્ટર અયોધ્યા સરયૂ કિનારે અસ્થાયી હેલિપેડ પર લેન્ડ થયું હતું. જે બાદ તેઓ રોડ માર્ગે રામલલાના દર્શન કરવા રામ જન્મભૂમિ પરિસર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રામલલાની આરતીમાં હાજરી આપી હતી. જે બાદ તેઓ પ્રસિદ્ધ સિદ્ધપીઠ હનુમાનગઢી પહોંચ્યા.

આ પણ વાંચો : કોરોના રસીકરણને લઈને રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, કહ્યું- જુમલો કી સરકાર હૈ, જૂઠ-ઢોંગ-દિખાવા અપાર હૈ

આ પણ વાંચો : Ludhiana Blast: NIA એ જસવિંદર સિંહ મુલ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી, આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ કેસ દાખલ કર્યો

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">