Funny Video : ઈન્ટરનેટ પર અવારનવાર પ્રાણીઓ સંબઘિત(Anilmals) વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક પ્રાણીઓની હરકત જોઈને યુઝર્સ ચોંકી જાય છે.જ્યારે કેટલાક રમુજી વીડિયો જોઈને લોકો હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વાંદરાનો (Monkey) વીડિયો સામે આવ્યો છે.જેમાં કેટલાક વાંદરાઓ ભેગા મળીને જે રીતે મગરને (Crocodiles) હેરાન કરી રહ્યા છે તે જોઈને તમને પણ હસવુ આવશે.
મગર જેટલા શાંત એટલા જ ખતરનાક જીવ છે. તાજેતરમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. સૌ પ્રથમ કેટલાક વાંદરાઓ નદીમાં જઈને ઉછળ-કુદ કરવા લાગે છે.બાદમાં તેને આ રીતે જોઈને મગર ખુબ જ ગુસ્સે જોવા મળે છે. મગર વાંદરાને પકડવા માટે આમ-તેમ નદીમાં ફાફા મારે છે. આ જોઈને કેટલાક વાંદરાઓ ખુશ થતા જોવા મળી રહ્યા છે. આ વાંદરાઓની મસ્તી યુઝર્સને ખુબ પસંદ આવી રહી છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે.
View this post on Instagram
આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી nature_videos નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને તમે પણ વિચારશો કે જો કોઈ વાંદરો મગર વચ્ચે ફસાઈ ગયો હોત તો.?
વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વાંદરાઓ જે રીતે મગરને હેરાન કરે છે, તે જોઈને મજા પડી ગઈ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, મને લાગે છે કે મગર અને વાંદરાની દોસ્તી હશે, એટલે તેઓ કંઈ કરી રહ્યા નથી. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video : ડિલિવરી બોયને ઉતાવળ કરવી ભારે પડી, યુવક બાઈક સાથે પડ્યો ખાડામાં !
આ પણ વાંચો : Video : કુતરાને બચાવવા આ વ્યક્તિએ પોતાનો જીવ મુક્યો જોખમમાં ! ધબકારા વધારી દેતો વીડિયો થયો વાયરલ