Valsad : પોલીસને બાતમી આપતા હોવાનો વહેમ રાખી બુટલેગરે યુવાનની હત્યા , પોલીસે કરી ધરપકડ

Valsad : પોલીસને બાતમી આપતા હોવાનો વહેમ રાખી બુટલેગરે યુવાનની હત્યા , પોલીસે કરી ધરપકડ
Valsad: Bootlegger kills youth on suspicion of informing police, police arrest

મિતેષે મૃતક વિકાસે પોલીસમાં (Police )બાતમી આપી અને પકડાવી હોવાનો શક રાખી વિકાસ સાથે અગાઉ ઝઘડો કર્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Jun 23, 2022 | 9:48 AM

વલસાડના(Valsad ) પાથરી ગામને અડીને આવેલ વાંકી નદીમાંથી એક પખવાડિયા પહેલાં આશરે 32 થી 33 વર્ષના એક અજાણ્યા યુવકની હત્યા(Murder ) કરાયેલી લાશ મળી આવી હતી. મૃતકના બંન્ને હાથ-પગ પ્લાસ્ટીકની પટ્ટી વડે બાંધેલા હતા અને લાશના શરીર સાથે માટી તથા પથ્થરો ભરેલી થેલી પણ બાંધેલી મળી આવી હતી . યુવકની હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થતા ડીએસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસ મથકના પીએસઆઇ રાણા હત્યારાને શોધી કાઢવા પોલીસ ટીમ સાથે એલર્ટ થયા હતા અને આરોપીની તપાસ કરવા માટે ટીમવર્કથી મૃતકના ફોટાઓ  સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યા હતા. જેમાં મરણ થયેલ યુવકની ઓળખ થઈ હતી.

મરણ જનાર વિકાસ વિજયભાઇ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. પ્રકરણમાં તપાસ કરી રહેલ પોલીસે મરણજનારના સગા સબંધીઓને અલગ અલગ પુછપર કરતા ચણવઇ અટાર ફળિયામાં રહેતો મિતેષભાઇ ઉર્ફે ઠોકલો પરભુભાઇ પટેલ શંકાના ઘેરા માં આવ્યો હતો.

મિતેષ ઉર્ફે ઠોકલો ચણવઇ ખાતે દારૂનો ધંધો કરે છે. દારૂની ખેપ મારતી વખતે અગાઉ મિતેષ ઉર્ફે ઠોકલો પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. મિતેષે મૃતક વિકાસે પોલીસમાં બાતમી આપી અને પકડાવી હોવાનો શક રાખી વિકાસ સાથે અગાઉ ઝઘડો કર્યો હતો. બાદમાં મિતેષ ઉર્ફે ઠોકલો અવાર નવાર વિકાસ સાથે બબાલ કરતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે મિતેષ ઉર્ફે ઠોકલોને પોલીસમથક લાવી પૂછપરછ કરી હતી.

મિતેષ ઉર્ફે ઠોકલાને પોલીસ તાબામા લઇ ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ સોર્સના માધ્યમથી સઘન પુછપર કરતા મિતેષભાઇ ઉર્ફે ઠોકોલો ભાંગી પડી સાચી હકીકત જણાવ્યું હતું. મૃતક વિકાસ આશરે પંદર દિવસ પહેલા વહાણમાંથી માછીમારી કરી પરત આવેલ હતો અને આ મિતેશભાઇ ઉર્ફે ઠોકલો વિકાસને મારી નાખવા માટે મોકો શોધતો હતો આ દરમ્યાન ગઇ તારીખ 2 જૂન 2022ના રાત્રીના આશરે નવ વચ્ચે મીતેશભાઇ ઉર્ફે ઠોકલો ચણવઇ અટાર ફળીયા નજીક આવેલ મેદાન ખાતે હાજર હતો. અને ત્યાં આવેલ મૃતક વિકાસને તેની સાથે જમવા માટે પોતાની મોટર સાયકલ પર બેસાડી પાથરી ગામ તરફ લઇ આવી પારનેરા સુગર ફેકટરી નજીક આવેલ હોટલ પર આવી મૃતક વિકાસને રૂપિયા 3500 આપી જમવાનુ લેવા માટે મોકલ્યો હતો.

વિકાસ હોટલમાંથી જમવાનુ લઇ આવ્યા બાદ બંન્ને પાથરી ગામ નજીક આવેલ વાંકી નદી નજીક ખુલ્લા મેદાનમા જમવા બેઠા હતા. જમી લીધા બાદ પરત ઘરે જવાની તૈયારી કરતા હતા. તે વખતે વિકાસને મિતેષ ઉર્ફે ઠોકલોએ પાછળથી એક મોટો પથ્થર મારતા વિકાસને ઇજા થઇ લોહી નિકળવા લાગતા નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે વખતે મિતેષે પાછળ દોડી પકડીને ફરીથી માથામાં પથ્થર મારતા તેનુ મુત્યુ થયું હતું .

જે બાદ લાશનો નિકાલ કરવા માટે મિતેષે પોતાની મોટર સાયકલ ઉપર પોતાના ઘરે આવી ઘરેથી પ્લાસ્ટીકની પટ્ટી તથા એક મીણીયા થેલી લઇ પરત ચાલતા ચાલતા ગુનાવાળી જગ્યા પર જઈ મૃતક વિકાસના હાથ તથા પગ પલાસ્ટિકની પટ્ટી વડે બાંધી દીધી હતી અને તે લાશને ઢસડી વાંકી નદી નજીક લાવી નદીના પાણીમાં ફેંદી દઇ બાદમા મીણીયા થૈલીમા પથ્થર તથા માટી ભરી લાશ સાથે બાંધી દઈ કંઈ થયું ન હોય તેમ જતો રહ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati