Vadodara : ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યા

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ જણાવ્યું હતું કે હરિપ્રસાદ મહારાજે શિક્ષણને ખૂબ મહત્વ આપ્યું હતું. તેમજ તેમણે હિન્દૂ સંસ્કૃતિ માટે ખૂબ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમના સૌમ્ય સ્વભાવથી એમ્પાયર ઉભું કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 1:12 PM

ગુજરાત(Gujarat)ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ હરિધામ સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામી(Swami Hariprasad) માં નશ્વર દેહના દર્શનાર્થે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હરિપ્રસાદ મહારાજે શિક્ષણને ખૂબ મહત્વ આપ્યું હતું. તેમજ તેમણે હિન્દૂ સંસ્કૃતિ માટે ખૂબ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમના સૌમ્ય સ્વભાવથી એમ્પાયર ઉભું કર્યું છે. હરિપ્રસાદ મહારાજની સુવાસ વર્ષો સુધી રહેશે અને એમણે આપેલા સંસ્કારથી લોકો સાચા રસ્તે જશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ રંજન ભટ્ટ, પ્રધાન ઈશ્વર પટેલ, પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્વામીજીના નશ્વર દેહના દર્શન કરીને આરતી ઉતારી હતી .

ઉલ્લેખનીય છે કે , હરિધામ સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થયા છે. તેમના નશ્વર દેહને સોખડા હરિધામમાં લાવવામાં આવ્યો છે. હરિપ્રસાદ સ્વામીના દેહને પવિત્ર સ્નાન કરાવ્યા બાદ સંતો-ભક્તો દર્શન કરી શકે તે માટે મંદિર પરિસરમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. જેમાં પ્રદેશ પ્રમાણે જ ભાવિક ભક્તો પાર્થિવ દેહના દર્શન કરી શકશે. તેમજ અંતિમ દર્શન માટે આવનાર તમામે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે. જ્યારે 1 ઓગસ્ટના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો : Cloudburst in Kishtwar: કિશ્તવાડમાં સર્ચ ઓપરેશન યથાવત, IAF દ્વારા 74 લોકોનું ઓપરેશન કરાયુ, અત્યાર સુધીમાં 7માં મોત

આ પણ વાંચો : Bhakti : આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ છે ઊંધી ! ઊંધા હનુમાનજી લાવશે સીધા પરિણામ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">