Breaking News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસ પહોંચ્યા, અત્યાધુનિક નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનું કર્યુ ઉદ્દઘાટન

Dadara Nagar Haveli: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી, દીવ અને દમણમાં કરોડોના વિકાસ કામોની સોગાત આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મેરેથોન પ્રવાસ અંતર્ગ, દાદરા નગર હવેલીના સેલવાસ પહોંચ્યા છે. અહીં પીએમએ અત્યાધુનિક નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટનું ઉદ્દઘાટન કર્યુ છે.

Breaking News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસ પહોંચ્યા, અત્યાધુનિક નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનું કર્યુ ઉદ્દઘાટન
સંઘ પ્રદેશને મળી મોટી ભેટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 5:37 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરા નગર હવેલીના સેલવાસ પહોંચ્યા છે. સંઘ પ્રદેશમાં પીએમ મોદી કરોડોના વિકાસકામોની ભેટ આપશે. પીએમ મોદીએ સેલવાસમાં અત્યાધુનિક નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટનું ઉદ્દઘાટન કર્યુ છે. પીએમ મોદીએ આ ઈન્સ્ટીટ્યુટના તમામ વિભાગોની જીણવટભર્યુ નિરીક્ષણ પણ કર્યુ હતુ. જો નમો મેડિકલ કોલેજની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ સંઘપ્રદેશના લોકોને મેડિકલ કોલેજની મહત્વપૂર્ણ ભેટ આપી છે. જાન્યુઆરી 2019માં આ સંસ્થાનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ કર્યો હતો.

આ મેડિકલ કોલેજ મળવાથી સંઘપ્રદેશ ઉપરાંત આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘરઆંગણે જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકશે. જેના કારણે દાદરા નગર હવેલીના ડોકટર બનવા માંગતા મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 180 જેટલી કુલ મેડિકલ સીટ છે.

જે પૈકી દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે 142 રિઝર્વ સીટ છે. કુલ 35 એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજના નિર્માણ પાછળ કુલ 260 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નમો મેડિકલ કોલેજમાં હોસ્ટેલ ફેસેલિટિઝ સાથે અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની સુવિધા સાથે સજ્જ સેન્ટ્રલ લાઇબ્રેરીની સુવિધા છે. આ ઉપરાંત નિષ્ણાત તબીબી સ્ટાફ, હાઇટેક લેબોરેટરી, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન માટે વિશેષ લેબ, એનાટોમી મ્યુઝિયમ, ક્લબ હાઉસ તેમજ રમતગમતની સુવિધાઓનો સમાવેશ થાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Breaking news :PM નરેન્દ્ર મોદીને ધમકીભર્યો પત્ર આપનાર વ્યક્તિની ધરપકડ

પીએમ મોદી સંઘપ્રદેશને 4850 કરોડના વિકાસકામોની આપશે ભેટ

સંઘ પ્રદેશમાં પીએમ મોદી 4850 કરોડની 96 વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. સેલવાસથી વડાપ્રધાન મોદી સીધા જ દમણ જશે. અહીં પીએમ મોદી સાંજે 6 વાગ્યે મેગા રોડ-શો યોજશે. જે બાદ તેઓ દેવકા સીફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે.

જાન્યુઆરી 2019માં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટનો પીએમ મોદીએ જ કર્યો હતો શિલાન્યાસ

સૌપ્રથમ વાત કરીએ નમો મેડિકલ કોલેજની તો વડાપ્રધાન મોદી સંઘપ્રદેશના લોકોને મેડિકલ કોલેજની મહત્વપૂર્ણ ભેટ આપશે. જાન્યુઆરી 2019માં આ સંસ્થાનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ કર્યો હતો. આ મેડિકલ કોલેજ મળવાથી સંઘપ્રદેશ ઉપરાંત આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘરઆંગણે જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકશે. જેના કારણે દાદરા નગર હવેલીના ડોકટર બનવા માંગતા મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

260 કરોડના ખર્ચે તૈયારી થઈ છે નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ

નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 180 જેટલી કુલ મેડિકલ સીટ છે. જે પૈકી દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે 142 રિઝર્વ સીટ છે. કુલ 35 એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજના નિર્માણ પાછળ કુલ 260 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નમો મેડિકલ કોલેજમાં હોસ્ટેલ ફેસેલિટિઝ સાથે અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની સુવિધા સાથે સજ્જ સેન્ટ્રલ લાઇબ્રેરીની સુવિધા છે. આ ઉપરાંત નિષ્ણાત તબીબી સ્ટાફ, હાઇટેક લેબોરેટરી, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન માટે વિશેષ લેબ, એનાટોમી મ્યુઝિયમ, ક્લબ હાઉસ તેમજ રમતગમતની સુવિધાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">