એવું તો શું થયું કે વલસાડ પોલીસ ઠેર-ઠેર કરી રહી છે નાકાબંધી?
વલસાડના ઉમરગામની સબ જેલમાંથી બે કેદી ફરાર થઈ ગયા છે. જેલની ગ્રીલ તોડીને ફરાર થયેલા કેદીઓને પકડવા પોલીસે નાકાબંધી કરી છે. કેદીઓ ફરાર થવાની ઘટનાથી જેલની સુરક્ષા અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. કેદીઓ કેવી રીતે પોલીસને હાથતાળી દઈને ફરાર થઈ ગયા અને ત્યારે […]

પ્રતિકાત્મક તસવીર
વલસાડના ઉમરગામની સબ જેલમાંથી બે કેદી ફરાર થઈ ગયા છે. જેલની ગ્રીલ તોડીને ફરાર થયેલા કેદીઓને પકડવા પોલીસે નાકાબંધી કરી છે. કેદીઓ ફરાર થવાની ઘટનાથી જેલની સુરક્ષા અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. કેદીઓ કેવી રીતે પોલીસને હાથતાળી દઈને ફરાર થઈ ગયા અને ત્યારે પોલીસ શું કરી રહી તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી, ગાજવીજ સાથે પવન પણ ફૂંકાઈ શકે!
કેદીઓ ભાગ્યા ત્યારે પોલીસ શું કરી રહી હતી ? કેદીઓ ભાગ્યા ત્યારે એકપણ પોલીસકર્મી ત્યાં હાજર નહોતો? શું કેદીઓની કોઈ પોલીસકર્મી સાથે મીલિભગત હતી? કે પછી પોલીસ પોતાની કામગીરીમાં બેદરકારી દાખવી રહી છે? આ તમામ સવાલોના ઘેરામાં પોલીસ તંત્ર આવી ગયું છે.
