વલસાડ: થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા પોલીસ સતર્ક, દારૂની ગેરકાયદે થતી હેરફેર અટકાવવા પ્રયાસ

પાછલા કેટલાક વર્ષોથી ઉજવણીના બહાને યુવાઓ દારૂની પાર્ટીઓ કરતા હોય છે, ત્યારે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂની હેરફેર પર રોક લગાવવા પોલીસ વિભાગે કમરકસી છે.

વલસાડ: થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા પોલીસ સતર્ક, દારૂની ગેરકાયદે થતી હેરફેર અટકાવવા પ્રયાસ
Police Checking - Valsad


31 ડિસેમ્બરના દિવેસ યુવાઓ એકઠા થઇને ઉજવણી કરતા હોય છે. પાછલા કેટલાક વર્ષોથી ઉજવણીના બહાને દારૂની પાર્ટીઓ કરતા હોય છે, ત્યારે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂની હેરફેર પર રોક લગાવવા પોલીસ વિભાગે કમરકસી છે. ખાસ કરીને સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી બોર્ડર પર આવેલા વલસાડ જિલ્લાએ તમામ ચેકપોસ્ટ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ સમયગાળા દરમિયાન બુટલેગરો મોટાપાયે દારૂની હેરફેર કરતા હોય છે, ત્યારે આવી ગેરકાયદે હેરફેર રોકવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ચેકપોસ્ટ પર બંદોબસ્ત તૈનાત કરવાની સાથે જિલ્લામાં પણ સર્વેલન્સ શરૂ કરાયું છે. જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: અમદાવાદ: ખોખરામાં યુવકને માર મારવાના કેસમાં કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ

Click on your DTH Provider to Add TV9 Gujarati