VIDEO: નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો પરિવાર થયો ગાયબ, 1 માર્ચથી પરિવાર નથી પહોંચ્યો ઘરે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલો વડોદરાનો પરિવાર ગાયબ થયો છે. વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ પરમાર પોતાની પત્ની, માતા અને બે સંતાનો સાથે પોતાની કારમાં 1લી માર્ચે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યાં હતા. બાદમાં પરિવાર હજુ સુધી તેમના ઘરે પરત ફર્યો નથી. અને હજુ સુધી તેનો કોઈ સંપર્ક પણ થયો […]

VIDEO: નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો પરિવાર થયો ગાયબ, 1 માર્ચથી પરિવાર નથી પહોંચ્યો ઘરે
Follow Us:
| Updated on: Mar 04, 2020 | 12:05 PM

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલો વડોદરાનો પરિવાર ગાયબ થયો છે. વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ પરમાર પોતાની પત્ની, માતા અને બે સંતાનો સાથે પોતાની કારમાં 1લી માર્ચે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યાં હતા. બાદમાં પરિવાર હજુ સુધી તેમના ઘરે પરત ફર્યો નથી. અને હજુ સુધી તેનો કોઈ સંપર્ક પણ થયો નથી.

આ પણ વાંચો: ગાંધીનગર: સેક્ટર-25માં રહેતાં વેપારીનું અપહરણ! ધંધાની અદાવતમાં અપહરણ થયાની આશંકા

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

જેથી તેમના અન્ય પરિવારજનો ચિંતાતુર બન્યા છે. આ પાંચેય સભ્યો ક્યાં ગુમ થયા તેની ભાળ મેળવવા મિત્રો તેમજ સબંધીઓએ કેવડિયા ખાતે તપાસ પણ કરી હતી. અને કેવડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં ચંદુભાઈ પરમાર, તેમના પત્ની તૃપ્તિ પરમાર અને માતા ઉષાબેન પરમાર તેમજ બે સંતાનો નિયતિ અને અથર્વ ગૂમ હોવાનું જણાવાયું છે. જો કે પોલીસે નજીકના CCTV ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા અને મોડી સાંજે પરત જતા જોવા મળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાર કેવડિયા નર્મદાની મૂર્તિ રોડ પરથી પરત દેખાઈ હતી. પરંતુ આગળના કેમેરામાં હજુ નથી દેખાઈ. જેથી પોલીસે વડોદરા સુધી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. હાલ નર્મદા, વડોદરા, છોટાઉદેપુર સહિતના આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. અને તેઓ ક્યાં ગયા તે જાણવા એમના મોબાઈલ લોકેશન પરથી પોલીસ તપાસ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">