AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિકાસ બની આફતઃ વડોદરા જિલ્લાના ગામના રસ્તા પર પાણી ફરી વળ્યાં, જાણો શું છે કારણ?

વડોદરા તાલુકાના ઉન્ટીયા અને મેઢાદ ગામ વચ્ચે ઢાઢર નદીનો પૂલ ડૂબી ગયો, લોકો અવરજવર માટે હોડીઓનો ઉપયોગ કરવા મજબૂર, વારંવાર રજુઆત છતાં કોઈ જ પગલાં લેવાતા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 6:33 PM
Share

વડોદરા (Vadodara) નજીક નવો એક્સપ્રેસ વે (Expressway) બની રહ્યો છે. જેનું કામ અત્યારે પૂરજોશમાં ચારી રહ્યું છે. એક્સપ્રેસ વે ના નિર્માણ માટે ઢાઢર નદી (Dhadhar river) પર પૂલ બનાવવામાં આવી રહ્યો છે. જોકે આ માટે નદીના પાણીના વહેણ માટે નાના પાઈપ મૂકાતાં ઉપરવાસમાં પાણીનો ભરાવો થઈ ગયો છે. જેથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.

ગામના લોકોનું કહેવું છે કે એક્સપ્રેસ વે ના નિર્માણ કાર્ય દરમ્યાન નદીના પાણીના વહેણ માટે યોગ્ય સંખ્યામાં પાઇપ લાઈન નહીં નાંખી હોવાને કારણે નદીના પાણીનો ભારાવો થતાં રસ્તા પર ફરી વળ્યાં છે. બે ગામ વચ્ચે બનાવેલ સમ્પ નદી ના પાણી માં ડૂબી ગયો છે તેથી ઉન્ટીયા (Untia) ગામના લોકોને સામે પર આવેલ મેઢાદ ગામમાં અવર જવર કરવા માટે હોડી (boat) નો ઉપયોગ કરે છે.

સાદર ગામ નજીક એક્સપ્રેસ વે ના નિર્માણ માટે બનાવવા માં આવેલ પાઇપ લાઈન નો માર્ગ ટૂંકો રાખ્યો હોવાને કારણે નદી ના પાણી બેક મારે છે. નદીની અંદર 20 પાઇપ લાઈન નાંખવાની જગ્યાએ માત્ર 7 પાઇપ નાંખવામાં આવ્યા હોવાને કારણે પાણી આગળ વહેતુ નથી જેથી ઢાઢર નદીના પાણી માર્ગ પર આવી જતા લોકો ને પારાવાર તકલીફોનો સામનો કરેવો પડે છે.

બ્રિજ નિર્માણ કરતી કંપની ના સત્તધીશો દ્વારા વારંવાર રજુઆત છતાં કોઈજ પગલાં લેવાતા નથી. નદીના પાણી બેક મારતા હોવાને કારણે પગપાળા લોકો ને જવામાં તકલીફ પડે છે. સામે પાર આવેલાં ગામમાં જવા માટે કે ખેતરોમાં કામ કરવા જવા માટે હોડીનો સહારો લેવો પડે છે.

આ બાબતની જાણ થતાં tv9ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિ અંગેની જાણકારી મેળવી હતી. ગામના લોકોએ જણાવ્યું કે ઉન્ટીયાથી 6 કિલોમીટર દૂર હેઠવાસમાં પાદરા તાલુકાના સાદર ગામ પાસે એક્સપ્રેસ વેનું કામ ચારી રહ્યું છે જ્યાં નદીમાં અધુરી પાઈપો નાંખવામાં આવી છે. એક્સપ્રેસ વે ના નિર્માણ માટે બનાવવામાં આવેલ બ્રિજની નીચે નાંખેલી આ પાઇપોને કારણે નદીનું પાણી અટકી રહ્યું છે.

પાણી ન નિકાલ માટે અધૂરી પાઇપ નાંખવામાં આવતા પાઇપ લાઈન સમસ્યા રૂપ આડશો પુરવાર થઇ રહી છે. બ્રિજ નિર્માણ કરતી કંપનીના સત્તધીશોને વારંવાર રજુઆત છતાં કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી.

લોકોનું કહેવું છે કે સાંજ પડતાં નદીમાં મગરો બહાર આવવા લાગે છે આવા સમયે નદીમાં જવું જોખમી બને છે. વીજ કંપની પણ રાત્રે જ વીજ પુરવઠો આપી રહ્યા હોવાથી ખેડૂતો જીવના જોખમે રાત્રે નદી પાર કરીને પોતાના ખેતરોમાં પોતાનું કામ કરવા માટે જવા બજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, ગુજરાતમાં પાટીદારોને OBCમાં સમાવવા જોઈએ

આ પણ વાંચોઃ BANASKANTHA : પોષી પુનમ પહેલા અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટયાં, મંદિર પરિસર બંધ હોવાથી ભક્તો મુંઝાયા

g clip-path="url(#clip0_868_265)">