કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, ગુજરાતમાં પાટીદારોને OBCમાં સમાવવા જોઈએ
કેન્દ્રીય મંત્રીએ SOUની મુલાકાત લઈ ઇજનેરી કૌશલ્યના વખાણ કર્યાં, કોંગ્રેસના નેતાઓ વિશે કહ્યું કે તે સ્ટૂચ્યૂ ઓફ યુનિટી જોવા આવતાં ડરે છે અને જો આવશે તો ચક્કર ખાઈને પડી જશે.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકાર રાજ્ય મંત્રી તથા ભાજપની સહયોગી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (Republican Party of India)ના અધ્યક્ષ રામદાસ આઠવલે આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity)ની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે એમ કહ્યું હતું કે ગુજરાતમાં સરકારે પાટીદારોને OBCમાં સમાવી લેવા જોઈએ.
રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને અત્યારથી જ પાટીદાર (Patidar) નો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રીના આ નિવેદનથી નવા રાજકીય વમળો સર્જાયાં છે. તેમના આ વક્તવ્યને કેટલાક લોકો સરકાર માટે મુશ્કેલી વધારનારું પણ ગણાવી રહ્યા છે.
આઠવલે એ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત બાદ એન્જિનિયરોના કૌશલ્યના વખાણ કર્યાં હતાં. આ સાથે તેમણે કોંગ્રેસના નેતાઓ વિશે કહ્યું કે કોંગ્રેસના નેતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતાં ડરે છે. તેમણે એમ પણ કહ્યું કે જો કોંગ્રેસના નેતા SOU જોવા આવશે તો ચક્કર ખાઈને પડી જશે.
એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રામદાસ આઠવલે (Ramdas Athavale) ની રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા ગુજરાતમાં ભાજપ (BJP) ની સાથે ગઠબંધનમાં ચૂટણી લડવા માગે છે અને આ માટે તે ભાજપ પાસેથી 4થી 5 બેઠક માગવા માગે છે. જો ભાજપ આ માટે તૈયાર નહીં થાય તો આ બાબતે આગળ વિચાર કરીશું પણ ગુજરાતમાં તેમના પક્ષનું વિસ્તરણ કરવાનું નક્કી જ હોવાનું જણાવ્યું હતું.
આઠવલેએ રાજ્ય સરકારની અપીલ કરી છે કે પાટીદારોને ઓબીસી (OBC) માં સમાવી લે. કેમ કે તેને ઓબીસીમાં સમાવવા અને કોને નહીં તે નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારને આપેલી છે. તેથી તે આ બાબતે નિર્ણય લઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગયા વખતે આઠવલે જ્યારે રાજ્યની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમણે આ મુદ્દો ઉચ્ચાર્યો હતો અને સરકારને કહ્યું હતું કે પાટીદારોને ઓબીસીમાં સમાવવા જોઈએ. જોકે વારંવારં તેમના આવા નિવેદનોને તેમની રાજકીય મનસા સાથે જોડવામાં આવી રહ્યાં છે.
રામદાસ આઠવલેના નિવેદન પર ભાજપ નેતા વરુણ પટેલ આપ્યો જવાબ
ભૂતકાળમાં ગુજરાતમાં પાટીદાર સમાજે ખૂબ મોટું આંદોલન ચલાવ્યુ હતું એના ભાગરુપે ગુજરાતની સરકારે પાટીદાર સમાજ અને ગુજરાતના આર્થિક રીતે પછાત વર્ગને આર્થિક રીતે અનામત મળે તે માટે EBC ની રચના કરી છે.
આ પણ વાંચોઃ BANASKANTHA : પોષી પુનમ પહેલા અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટયાં, મંદિર પરિસર બંધ હોવાથી ભક્તો મુંઝાયા
આ પણ વાંચોઃ JUNAGADH : ભેજાબાજ વેપારીએ 60 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ભેજાબાજને દબોચી લીધો