BANASKANTHA : પોષી પુનમ પહેલા અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટયાં, મંદિર પરિસર બંધ હોવાથી ભક્તો મુંઝાયા

BANASKANTHA : પોષી પુનમ પહેલા અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટયાં, મંદિર પરિસર બંધ હોવાથી ભક્તો મુંઝાયા
અંબાજી મંદિર (ફાઇલ)

આજે પણ શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી માતાજીનો રથ લઇ અંબાજી પહોંચી રહ્યા છે. અને અંબાજીનાં માર્ગો બોલ માંડી અંબે જય જય અંબેનાં નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજીનું મુખ્ય મંદિર કોરોનાની મહામારીનાં કારણે બંધ કરી દેવાતા યાત્રીકો પણ મુંજવણમાં મુકાયા છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 16, 2022 | 5:38 PM

BANASKANTHA :  આજે રવિવાર (sunday) છે. અને આવતીકાલે પોષ સુદ પુર્ણીમાને માં અંબાનો પ્રાગટ્યોત્સવ છે. જેને લઇ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી (Ambaji) ઉમટી પડતાં હોય છે. આજે અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ (Devotees) મંદિર બહાર શક્તિદ્વાર આગળ હાઇવે માર્ગથી માતાજીનાં દર્શન કરતાં નજરે પડ્યાં હતા. જ્યાં એક તરફ વાહન વ્યવહારની અવર-જવર અને બીજી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી.

અંબાજી મંદિર બંધ રહેતાં આજે સમગ્ર મંદિર પરીસરની લાઇનો ખાલીને સુમસામ જોવા મળી રહી છે. જેને લઈ સમગ્ર મંદિર પરીસરમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. એટલું જ નહી આજે રવિવારનાં પગલે હજારોની સંખ્યામાં અંબાજી ખાતે ભીડ ઉમટી પડતી હોય છે. તેવામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીનુ મંદિર બંધનો નિર્ણય લેવાયો હતો. જોકે અંબાજી મંદિર બંધ રહેતાં બજારના વેપારીઓ ઉપર મોટી અસર જોવા મળી રહી છે. મંદિર શોપીંગમાં આવેલી પ્રસાદ પુજાપા સહીતની વિવિધ વેપાર ધંધાવાળી 75 થી 80 જેટલી દુકાનદારોએ પણ પોતાના વેપાર ધંધા બંધ કરી દીધા છે.

મંદિરમાં કોઇ જ યાત્રીકોને પ્રવેશ ન અપાતા આ દુકાનદારોને પણ પોતાના વેપાર ધંધા બંધ કરવાની ફરજ પડી છે. જોકે મંદિર બંધ રહેતાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા તો બંધ કર્યા છે. પણ ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. સાથે અંબાજી મંદિર સંપુર્ણ રીતે બંધ કરવાનાં બદલે મંદિર ટ્રસ્ટે યાત્રીકોનાં 72 કલાક પહેલાનાં આર.ટી.પી.સી.આર રીપોર્ટ તેમજ કોરોનાની રસીનાં બન્ને ડોઝ લીધેલાં હોય તેવા સર્ટીફિકેટ ચકાસીને યાત્રીકોને મંદિરમાં દર્શન કરવાં દેવા પરમિશન આપવી જોઇએ. જેથી કરીને મંદિરની આવકમાં ઘટાડો ન થાય અને વેપારીઓનો રોજગાર પણ ચાલુ રહે.

આજે પણ શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી માતાજીનો રથ લઇ અંબાજી પહોંચી રહ્યા છે. અને અંબાજીનાં માર્ગો બોલ માંડી અંબે જય જય અંબેનાં નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજીનું મુખ્ય મંદિર કોરોનાની મહામારીનાં કારણે બંધ કરી દેવાતા યાત્રીકો પણ મુંજવણમાં મુકાયા છે. હાલ બાધા માનતા કરવાં જતા પદયાત્રીઓ અંબાજી પગપાળા પહોંચી રહ્યા છે. અને તેવા પણ ખાસ કરીને પુનમ ભરનારા સાથે પોષીપુનમે માતાજીનો જન્મદિવસ મનાવવા અંબાજી પહોંચી રહેલાં યાત્રીકો પણ જણાવી રહ્યા છે. મંદિર બંધ કરવાનો નિર્ણય વહેલાં લેવો જોઇએ જેથી કરીને દુર દુરથી પગપાળાં નિકળનારા યાત્રીકો અંબાજી જવા માટેનો વહેલાસર નિર્ણય લઇ શકે.

જોકે રવિવાર અને પુનમને લઇ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે મંદિર દર્શનાર્થીઓ માટે ભલે બંધ હોય પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે આવા સમય અંબાજી પહોંચતાં યાત્રીકોને પ્રસાદ મળી રહે તેના માટેનાં કાઉન્ટર પણ શરૂ કરાયા છે. જ્યારથી યાત્રીકો પણ પ્રસાદ લેતાં નજરે પડ્યાં હતા. તો વેપાર ઓછો થતા વેપારીઓ દુકાન આગળ જ ક્ર્રિકેટ રમી રહ્યા હતા. તો ચોક મંદિરના પ્રતિકૃતિવાળી રંગોળી ભરેલી નજરે પડી હતી.

આ પણ વાંચો : JUNAGADH : ભેજાબાજ વેપારીએ 60 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ભેજાબાજને દબોચી લીધો

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ વધતા તંત્રએ કવાયત હાથ ધરી, સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati