VADODARA : ભાજપના કાર્યકર ચેતન પટેલ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ નોંધાઇ, વિઝા અપાવવાના બહાને ઠગાઇ આચરી

TV9 GUJARATI

|

Updated on: Aug 12, 2021 | 7:59 PM

થોડા દિવસ પહેલા વડોદરામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ચિંતન ઉર્ફે ચેતન પટેલે કેનેડાના વિઝા અપાવી દેવાના મામલે પોતાના સાળાને ઠગતા પોલીસે ધરપકડ કરી હતી. અને તેની પુછપરછ કરતાં અલગ અલગ વધુ 5 લોકો સાથે ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું હતું.

VADODARA : શહેરમાં ભાજપના કાર્યકર વિરુદ્ધ વધુ એક ઠગાઈનો ગુનો દાખલ થયો છે. થોડા દિવસ પહેલા વડોદરામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ચિંતન ઉર્ફે ચેતન પટેલે કેનેડાના વિઝા અપાવી દેવાના મામલે પોતાના સાળાને ઠગતા પોલીસે ધરપકડ કરી હતી. અને તેની પુછપરછ કરતાં અલગ અલગ વધુ 5 લોકો સાથે ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું હતું. જેમાના એક પીડિતે આરોપી વિરુદ્ધ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કર્યો છે. તો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પણ ત્રીજી ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ યુકેના વિઝા આપવાના નામે અને સસ્તા દરે મકાન અપાવવાના નામે 5.64 લાખની કરી ઠગાઈ કરી હતી. આ ઉપરાંત દોઢ વર્ષ પૂર્વે નોકરી આપવાનું કહી 4 યુવક પાસેથી કુલ 20 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પાણીગેટ પોલીસે ઠગની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે. અને કાનુની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે પી રોડ પોલીસ ટ્રાન્સફર વોરંટથી વધુ એક ગુનામાં ધરપકડ કરશે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati