Vadodara: વિદ્યાર્થીઓ માટે બસ ઉભી ન રાખતા વિદ્યાર્થીઓ સહિત ધારાસભ્ય કેતન ઈનામદારે કરી રજૂઆત, બસ ડ્રાઇવર સસ્પેન્ડ

|

Sep 26, 2022 | 9:44 PM

વિદ્યાર્થીઓએ એસટી બસ ઉભી ન રખાતા હોબાળો મચાવ્યો તો કંડ્કટરે વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી. એટલું જ નહીં બસ સ્કૂલને બદલે સાવલી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. વિદ્યાર્થીઓની આ તકલીફને લઈને જોકે ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે  (Ketan inamdar) કડક ભાષામાં ચીમકી ઉચ્ચારી હતી.

Vadodara: વિદ્યાર્થીઓ માટે બસ ઉભી ન રાખતા વિદ્યાર્થીઓ સહિત ધારાસભ્ય કેતન ઈનામદારે કરી રજૂઆત, બસ ડ્રાઇવર સસ્પેન્ડ
વડોદરાના સાવલીમાં એસટી બસના મુદ્દેે હોબાળો

Follow us on

વડોદરાના (Vadodara) સાવલીના ધારાસભ્યની રજૂઆતના પગલે ST બસ  (ST Bus )ના ડ્રાઈવર-કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખાખરીયા-સાવલી રૂટની બસના ડ્રાઈવર-કંડક્ટરે રાણીપુરામાં બસ સ્ટોપ પર બસ ઉભી ના રાખતા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્ણતૂક કરી હતી. આ મુદ્દે વિદ્યાર્થીઓને અગવડતા આપવાના કારણોસર ડ્રાઈવર-કંડક્ટરને સસ્પેન્ડ (suspend) કરવામાં આવ્યા છે.

જાણો સમગ્ર ઘટના અંગેની વિગતો

હાથ ઉંચો કરો અને બસમાં બેસો”  મુસાફરોની સુવિધા માટે ભલે એસટી વિભાગે સૂત્ર આપ્યું હોય, પરંતુ વડોદરામાં ખાખરીયાથી સાવલી આવતી બસ વિદ્યાર્થીઓ માટે ઉભી જ નહોતી રખાતી. આખરે સતત રજૂઆત પછી ત્રાસેલા વિદ્યાર્થીઓની વહારે ધારાસભ્ય કેતન ઈનામદાર આવ્યા હતા. વિદ્યાર્થીઓએ એસટી બસ ઉભી ન રખાતા હોબાળો મચાવ્યો તો કંડ્કટરે વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી. એટલું જ નહીં બસ સ્કૂલને બદલે સાવલી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વિદ્યાર્થીઓની આ તકલીફને લઈને જોકે ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે (Ketan inamdar) કડક ભાષામાં ચીમકી ઉચ્ચારી હતી. આ અગાઉ પણ ધારાસભ્યએ સાવલી તાલુકામાં વિવિધ રૂટ પર એસટી બસની અનિયમિતતા અંગે રજૂઆત કરી હતી. છતાં ફરીવાર ST બસ ઉભી ન રહેતા ધારાસભ્યએ બસ પરત મોકલી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવાની વ્યવસ્થા કરી હતી. સવાલ એ છે કે બાળકોને પોલીસ સ્ટેશન જવું પડે, ધારાસભ્યએ ચીમકી આપવી પડે અને શિક્ષક સંઘે દરમિયાનગીરી કરવી પડે. એવી તો કેવી STની સેવા છે? અને આવી જ સેવા હોય તો એ સેવા કહી શકાય ખરી? સાવલી તાલુકાના વિવિધ રૂટો પર એસટી બસ અનિયમિત હોવાની વિદ્યાર્થીઓ સહિત લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે ST વિભાગ હવે જાગે અને લોકોની મુશ્કેલીનું કાયમી નિવારણ લાવે એ જરૂરી છે.

Published On - 9:43 pm, Mon, 26 September 22

Next Article