Vadodara: પાદરામાં પ્રદુષિત જળસ્તર સુધારવા ભાભા એટેમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો વ્હારે આવ્યા, દૂષિત જળસ્તરવાળા વિસ્તારોની લીધી મુલાકાત

Vadodara: કેમિકલ અને ડ્રગ્સ ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી દૂષિત પાણીને કારણે પાદરા અને જંબુસરના જળસ્તર દૂષિત બન્યા છે. આ જળ સ્તર સુધારવા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો મદદે આવ્યા છે. તેમણે દૂષિત જળસ્તરવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન GPCBના અધિકારીઓ પણ જોડાયા હતા.

Vadodara: પાદરામાં પ્રદુષિત જળસ્તર સુધારવા ભાભા એટેમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો વ્હારે આવ્યા, દૂષિત જળસ્તરવાળા વિસ્તારોની લીધી મુલાકાત
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 21, 2023 | 11:04 PM

Vadodara: કેમિકલ અને ડ્રગ્સ ફેકટરીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને છોડવામાં આવતા દૂષિત પાણીને કારણે વડોદરાના પાદરા તથા ભરૂચના જંબુસરના ગામોના જળ સ્તર ચિંતાજનક રીતે દૂષિત (Polluted) થયા છે. આગામી દિવસોમાં આ વિસ્તારના ભૂગર્ભ જળને લઈને ગંભીર સમસ્યા ઉદ્દભવી શકે છે.

પર્યાવરણવિદ્દો દ્વારા અવારનવારની રજુઆત અને આવેદનપત્રોને કારણે સફાળા જાગેલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાદરાના દૂષિત જળ સ્તર સુધારવા ભાભા એટેમિક રિસર્ચ સેન્ટર અને કેન્દ્રીય જળ સંશોધન કેન્દ્રની મદદ માગવામાં આવી હતી. જેને પગલે આ બંને સંસ્થાના વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ પાદરાના દૂષિત જળસ્તર ધરાવતા વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાદરા તાલુકા અને તેને અડીને આવેલા જંબુસરમાં ભૂગર્ભ જળની સ્થિતિનો ક્યાસ કાઢવા માટે રૂબરૂ મુલાકાત બાદ ભાભા એટેમિક રિસર્ચ સેન્ટર અને કેન્દ્રીય ભૂગર્ભ જળ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ઔદ્યોગિકરણના કારણે પાદરા તાલુકામાં ભૂગર્ભમાં થયેલી અસરોનું તારણ કાઢી લાંબા ગાળાના પગલાં સૂચવવા માટે ભાભા એટેમિક રિસર્ચ સેન્ટર પાસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેક્નિકલ મદદ માગવામાં આવી હતી. ભાભા એટેમિક રિસર્ચ સેન્ટરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સૌમિત્ર કાર, કે એન વ્યાસ ઉપરાંત કેન્દ્રીય ભૂગર્ભ જળ સંશોધન સંસ્થાનના તજજ્ઞોએ પાદરા અને જંબુસર તાલુકાના કેટલાક ગામોની મુલાકાત બાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે યોજેલ બેઠકમાં ટૂંકાગાળા અને લાંબાગાળાની પ્રયત્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં GPCBના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

અમૃત સરોવર તથા STP પ્લાન્ટ અંગે વિચારણા

નિષ્ણાંતો એ લીધેલ મુલાકાત બાદ ની બેઠક માં દૂષિત જળ સ્તર સુધારવા અમૃત સરોવર બનાવવા તથા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા અંગે ચર્ચા કરવા માં આવી હતી, તદુપરાંત ઓછામાં ઓછો પાણીનો બગાડ થાય તે પ્રકારના આર ઓ પ્લાન્ટની નવી ટેક્નિકનો પ્રોજેકટ સ્થાપવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.

ભાભા એટોમેટિક સેન્ટરના વૈજ્ઞાનિક કે એન વ્યાસ વડોદરાના ભાભા એટોમેટિક સેન્ટર સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક કે.એન. વ્યાસ વડોદરાના છે. જિલ્લા વહીવટી તંત્રને એન કે વ્યાસથી અનેક આશાઓ છે. તેમના જ્ઞાન અને માર્ગદર્શનની મદદથી વર્ષોની પ્રદુષિત જળ સ્તરની ફરિયાદ દૂર કરી શકાશે એવી આશા બંધાઈ છે. કે એન વ્યાસ એટેમિક એનર્જી કમિશન ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

પાદરા તાલુકા તથા આસપાસના 24 ગામોના જળ સ્તર દુષિત

વડોદરાની નંદેસરી GIDCથી લઈને જંબુસર સુધીના ઉદ્યોગોના દૂષિત પાણીના નિકાલ માટે VECL કંપની દ્વારા બનાવવામાં આવેલ અંદાજે 55 કિલોમીટર જેટલી લાંબી એંફ્લુઅંસ ચેનલ પાદરા અને જંબુસર થઈ દરિયામાં પહોંચે છે. આ ચેનલ વાટે દૂષિત પાણી દરિયામાં પહોંચ્તા પહોંચતા પાદરા જંબુસરના 24 ગામોના જળ સ્તર દૂષિત કરે છે. આ અંગે વખતો વખત પર્યાવરણવિદ્દો દ્વારા સ્થાનિક તંત્ર અને GPCB ને રજૂઆતો કરવામાં આવી છે.

પાદરાના પ્રદુષણનો મુદ્દો NGTB અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

VECL કંપની દ્વારા નંદેસરીથી દરિયા સુધી લઈ જવામાં આવતા દૂષિત પાણીને કારણે નષ્ટ થઈ રહેલા જળ સ્તર મુદ્દે લડત આપી રહેલી પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા આ અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટ સુધી પિટિશન ફાઇલ કરી છે. પર્યાવરણ અને જળ સ્તરની જાળવણી માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક આદેશો થયા છે પરંતુ તેનો કોઈજ અમલ થયો નથી એટલે તંત્ર ના અધિકારીઓ પર કંટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહીની તૈય્યારીઓ શરૂ થઈ છે.

કોંગ્રેસની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ પણ ગત વર્ષે આ વિસ્તારોની મુલાકાત કરી રિપોર્ટ આપ્યો હતો

પર્યાવરણ અને પ્રદુષણના મુદ્દે જાત તપાસ તથા નમૂનાઓ મેળવી સાચી પરિસ્થિતિના તારણો મેળવવા કોંગ્રેસ દ્વારા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૉધરી, ડૉ પ્રભાબેન તાવીયાડ, અમીબેન રાવત, અને પૂર્વ ધારાસભ્ય જશપલ સિંહ પઢિયાર દ્વારા તમામ અસરગ્રસ્ત ગામોની ગત વર્ષે મુલાકાત લઈ પાદરાના પ્રદુષિત વિસ્તારો અંગે એક રિપોર્ટ તૈય્યાર કરી જિલ્લા વહીવટી તંત્ર સાહિત ઉચ્ચ સ્તરે રજુઆત કરી હતી.

આ પણ વાંચો : Vadodara: ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા: અસંખ્ય માર્ગો ક્ષતિગ્રસ્ત બન્યા બાદ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ થયા દોડતા, જર્જરીત માર્ગોનું કર્યુ નિરીક્ષણ

પાદરા એ શાકભાજી ઉત્પાદનનું સૌથી મોટું હબ

પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાદરા એ શાકભાજી ઉત્પાદનનું સૌથી મોટું હબ છે. અહીંથી સમગ્ર દેશમાં વિવિધ પાક જાય છે અને આવી દૂષિત જળ સ્તર ધરાવતા વિસ્તારોમાં આ શાકભાજી પાકે છે એ માનવીના સ્વાસ્થ્ય માટે ખુબજ ચિંતાજનક બાબત છે.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">