AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : વડોદરા જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જતાની ચકાસણી અર્થે મોકડ્રિલ યોજાઈ

ગુજરાત સરકાર દ્વારા  કોરોનાના  કેસોના નિયંત્રણ લેવા માટેનાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં કોવીડ નિયંત્રણ માટે સાવચેતી અને અગમચેતીના અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે.એટલું જ નહિ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ થયું છે.

Vadodara : વડોદરા જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જતાની ચકાસણી અર્થે મોકડ્રિલ યોજાઈ
Vadodara Hospital Mockdrill
yunus.gazi
| Edited By: | Updated on: Dec 27, 2022 | 5:25 PM
Share

ગુજરાત સરકાર દ્વારા  કોરોનાના  કેસોના નિયંત્રણ લેવા માટેનાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં કોવીડ નિયંત્રણ માટે સાવચેતી અને અગમચેતીના અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે.એટલું જ નહિ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું છે.

જિલ્લામાં કુલ બેડની સંખ્યા 2725 છે. તેમાંથી ICU વેન્ટીલેટર સાથે બેડ- 177

જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણે ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં 42 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,10 સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ 29 ખાનગી હોસ્પીટલમાં PSA ઓકસીજન પ્લાન્ટ 9, ઓકસીજન કોન્સન્ટ્રેટર 347 , ઓકસીજન સીલેન્ડર 363 (મોટા 231, નાના 132 ) અને ઓકસીજન પાઈપલાઈન કાર્યરત છે. જેમાં જિલ્લામાં કુલ બેડની સંખ્યા 2725 છે. તેમાંથી ICU વેન્ટીલેટર સાથે બેડ- 177 , વેન્ટીલેટર વગર 364 અને ઓકસીજન બેડ 1211 તેમજ આઈશોલેશન બેડ 973 ઉપલબ્ધ છે. આ વ્યવસ્થાઓ અને સજ્જતાની ચકાસણી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આરોગ્યના અધિકારીઓની ઉપસ્થિતિમાં મોનીટરીંગ કરવામાં આવ્યું

આ મોકડ્રીલ જિલ્લાના ધારાસભ્યઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યઓ,તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યઓ તેમજ સ્થાનિક સરપંચઓ, આરોગ્યના અધિકારીઓની ઉપસ્થિતિમાં મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. દરેક તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પુરતા પ્રમાણમાં દવાઓ, સાધનસામગ્રી, માનવબળ ઉપલબ્ધ છે તેની ખાત્રી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ગાંધીનગર સચિવાલયમાં આજથી મુલાકાતીઓ માટે નવા નિયમો અમલી બન્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને સચિવાલયમાં મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આજથી મુલાકાતીઓ સચિવાલયમાં પ્રધાનો સાથે મુલાકાત કરી શકશે. પ્રધાનોના કાર્યાલયમાં  મુલાકાતીઓ અને અધિકારીઓ માટે માસ્ક ફરજિયાત કરાયું છે. તો બીજી તરફ પ્રધાનોની મુલાકાત સમયે મોબાઈલ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. એટલે કે સચિવાલયમાં મુલાકાતીઓ કોઈપણ પ્રધાનની મુલાકાત સમયે મોબાઈલ સાથે પ્રવેશ નહીં કરી શકે.

પ્રધાનોની મુલાકાત સમયે મોબાઈલ પર પ્રતિબંધ લગાવાયો

ફક્ત મુલાકાતીઓ જ નહીં ધારાસભ્યો અને સાંસદોએ પણ મોબાઈલ ફોન બહાર મૂકીને જ પ્રવેશ કરવાનો રહેશે. આજથી સચિવાલયમાં સૂચનાના બોર્ડ પણ લાગી ગયા છે. સાથે જ પ્રધાનોની ચેમ્બર બહાર મોબાઈલ ફોન મૂકવાની ટ્રે પણ રાખવામાં આવી છે. તો આજથી દર સોમવારે મુલાકાતીઓ પ્રધાનોની મુલાકાત લઈ શકશે. જ્યારે સાંસદો અને ધારાસભ્યો મંગળવારે પ્રધાનોની મુલાકાત લઈ શકશે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">