વડોદરાઃ ડભોઈના કરનેટમાં નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ

|

Apr 15, 2022 | 4:02 PM

ખેતી માટે સિંચાઇના પાણીની અવધી લંબાવવા માટે અનેક વખત રજૂઆતો કરી પણ અધીકારીઓ સાંભળતા ના હોવાના આક્ષેપો વિસ્થાપીત ખેડૂતો (Farmers) લગાવી રહ્યા છે.

વડોદરાઃ ડભોઈના કરનેટમાં નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ
Vadodara: Farmers angry over non-availability of water for irrigation from Narmada canal in Dabhoi's Karnet

Follow us on

Vadodara: ડભોઇ (Dabhoi)તાલુકાના કરનેટ પાસેથી પસાર થતી મેઈન નર્મદા કેનાલમાંથી સિંચાઇનું  (irrigation)પાણી નહીં મળતાં ખેડૂતોએ (Farmers) હલ્લાબોલ કર્યો. એક તરફ ઉધ્યોગપતિઓને જલસા તો બીજી તરફ ખેડૂતોને સિંચાઇના પાણી માટે વલખાં, આવું જ કંઈક ડભોઇ તાલુકામાં પોતાની જમીનો નર્મદા ડેમ માટે આપી સિંહફાળો આપનાર વિસ્થાપિતોને હાલ સિંચાઇના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ખેડૂતો પાણી મેળવવા જ્યારે પોર શાખા નહેરના ગેટના દરવાજા ખોલવા ગયા, ત્યારે માલૂમ પડતાં ગેટ નંબર 21 મારફત ઉદ્યોગપતિઓને પાણી ફાળવાય છે. જે ગેટ બંધ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ખેડૂતોને પાણી નહીં મળે તો કોઈને નહીં મળેની ચીમકી ઉચ્ચારી હતી. અનેક વખત ઉનાળામાં પોતાનો પાક બચાવા નર્મદા નિગમમાં રજૂઆતો કરવા છત્તા અધિકારીઓએ આંખ આડા કાન કરતાં વિસ્થાપીત ખેડૂતો રોષે ભરાયા છે.

ડભોઇ નર્મદા વિસ્થાપીત ખેડૂતોની હાલત કફોડી બની છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ખેતી માટે સિંચાઇના પાણીની અવધી લંબાવવા માટે અનેક વખત રજૂઆતો કરી પણ અધીકારીઓ સાંભળતા ના હોવાના આક્ષેપો વિસ્થાપીત ખેડૂતો લગાવી રહ્યા છે. જ્યારે આ અનુસંધાને ખેડૂતો રોષે ભરાઈ ખાડીયાકૂવા ગામ નજીકથી પસાર થતી મેઇન પોર શાખા નહેરનો દરવાજો ખોલવા ગયા ત્યાં તો ગેટ નંબર 21 મારફત ઉધ્યોગપતિઓને નર્મદા નિગમ પાણી આપી રહ્યું હોવાનું માલૂમ પડતાં રોષે ભરાયેલા ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

એક તરફ સરકાર કહે છે ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી અપાઈ રહ્યું છે. તો બીજી તરફ ડભોઇ તાલુકાની 4 જેટલી વસાહતોમાં વસવાટ કરતાં અને નર્મદા ડેમ માટે સિંહફાળો આપ્યો હોય તેવા નર્મદા વિસ્થાપીત ખેડૂતોને અને તેમના પશુઓને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ડભોઇમાં જે ખેડૂતોના પોતાના કૂવા છે તે તો ખેતી માટે પાણી મેળવે છે. પણ જે સંપૂર્ણ પણે સિંચાઇના પાણી માટે નર્મદા નિગમ અને સરકાર પર નિર્ભર છે. તેવા ખેડૂતોનું શું થશે તેવા સવાલો ઊભા થયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હાલની સરકારના રાજમાં ઉદ્યોગપતિઓને લીલાલહેર છે તો ખેડૂતોને ઝેર જેવી સ્થીતી ઊભી થઈ છે. ખેડૂતોને સિંચાઇ માટે પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન


આ પણ વાંચો :Ahmedabad : હત્યા કરી અન્ય રાજયમાં ભાગતા પહેલા જ આરોપી પકડાયો, પૈસાની લેતીદેતી મામલે ઝઘડામાં કરાઈ હત્યા

આ પણ વાંચો :SURAT : હત્યાનો ખુલ્યો રાઝ, શ્રમજીવી યુવકની હત્યા મામલે આરોપીની ધરપકડ

Next Article