AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે, ‘પરીક્ષા પે ચર્ચા’ સહિતના અનેકવિધ કાર્યક્રમમાં થશે સહભાગી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે કાર્યક્રમ અંતર્ગત માંજલપુર ખાતેથી સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદ અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Vadodara: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે, 'પરીક્ષા પે ચર્ચા' સહિતના અનેકવિધ કાર્યક્રમમાં થશે સહભાગી
Gujarat Cm Bhupendra Patel (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 8:03 AM
Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે છે, વડોદરામાં તેઓ અનેકવિધ કાર્યક્રમમાં સામેલ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં મહાનગરપાલિકા આયોજિત બાળ મેળાનું તેમજ વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરીને ત્યારબાદ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સહભાગી થવાના છે. તેઓ કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત 50મા બાળમેળાનું સવારે 9 કલાકે ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 09-45 કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરવાના છે.

વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવાનો ખાસ કાર્યક્રમ

કેન્દ્રીય અને રાજ્ય બોર્ડના ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનોખી પહેલ એવા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્લીના તાલ કટોરા સ્ટેડિયમથી દેશના વિદ્યાર્થીઓ સાથે વીડિયો સંવાદ સાધશે અને માર્ગદર્શન પૂરું પાડવાના છે. આ કાર્યક્રમનું વડોદરાના માંજલપુર સ્થિત આત્મીય વિદ્યાલય ખાતે પણ પ્રસારણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વેળાએ માંજલપુર ખાતેથી સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદ અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન સાધશે સંવાદ

આજે વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે  પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત કરશે. શિક્ષણ મંત્રાલય આ કાર્યક્રમનું આયોજન કરશે. વડાપ્રધાન મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આને ધ્યાનમાં રાખીને ફારબીસગંજની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે સર્જનાત્મક કાર્યોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદી દ્વારા અભ્યાસ અને પરીક્ષામાં ઓછા માર્કસના કારણે નિરાશ થયેલા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને લઈને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પરિક્ષા પે ચર્ચાની 6ઠી આવૃત્તિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષા આપી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ વર્ષે વિદ્યાર્થીઓ PM મોદી સાથે રૂબરૂ વાત કરી શકશે. તમને જણાવી દઈએ કે, દેશની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ને ટેલિવિઝન સ્ક્રીન દ્વારા નિહાળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ છેલ્લા 4 વર્ષથી આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યું છે.

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">