Vadodara : ડભોઇમાં રોગચાળો ફેલાયો, આરોગ્ય તંત્રએ ત્રણ વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યા

ડભોઇ નગરમાં બે અને ગ્રામ્ય વિસ્તારમાં એક કોલેરાનો કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જેના પગલે તંત્રએ તકેદારીના ભાગરૂપે ત્રણેય વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 9:13 PM

વડોદરા(Vadodara)જિલ્લાના ડભોઇમાં રોગચાળા(Epidemic)એ માથુ ઉચક્યું છે. જેમાં ડભોઇ નગરમાં બે અને ગ્રામ્ય વિસ્તારમાં એક કોલેરા(Cholera)નો કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જેના પગલે તંત્રએ તકેદારીના ભાગરૂપે ત્રણેય વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે.મહત્વપૂર્ણ છે કે બે દિવસ અગાઉ લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં કોલેરાનો ખુલાસો થયો છે.હાલ આરોગ્ય વિભાગે 25 ટીમો બનાવી ક્લોરિનેશનની કામગીરી શરૂ કરી ગંદકી દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જ્યારે અધિકારીઓનો દાવો છે કે તેઓ ટુંકસમયમાં રોગચાળા પર નિયંત્રણ મેળવી લેવાશે.

આ પણ વાંચો : Birthday Special: 16 વર્ષની ઉંમરે કાજોલે સ્ક્રીન પર કરી હતી એન્ટ્રી, ક્યારે અને કેમ પહેરે છે અભિનેત્રી આ ખાસ રિંગ ?

આ પણ વાંચો : Kheda : ઠાસરાના લટકોરિયા ગામમાં કોરોના નિયમોનો ભંગ, શેરી શિક્ષણના બદલે બાળકોને શાળાએ એકત્ર કરાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">