Vadodara: MS યુનિવર્સિટીના નવા વાઈસ ચાંસેલર તરીકે ડૉ.વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂક

|

Feb 10, 2022 | 6:48 PM

ઇન્ડ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવને હવે MS યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર બનાવાયા છે, તેઓ અગાઉ સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં VC રહી ચૂક્યા છે, આ ઉપરાંત PDPU ખાતે ડિન અને આર એન્ડ ડી ના હેડ તરીકે સેવાઓ આપી ચુક્યા છે

Vadodara: MS યુનિવર્સિટીના નવા વાઈસ ચાંસેલર તરીકે ડૉ.વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂક
Dr. Vijay Kumar Srivastava (file photo)

Follow us on

વડોદરા (Vadodara)ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University)ના નવા વાઈસ ચાંસેલર તરીકે રાજ્ય સરકારે ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. વાઇસ ચાન્સેલર પદે પ્રો. પરિમલ વ્યાસનો કાર્યકાળ પૂરો થતાં ઇન્ડ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર છે ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવને હવે MS યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર બનાવાયા છે. તેઓ અગાઉ સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં VC રહી ચૂક્યા છે. આ ઉપરાંત PDPU ખાતે ડિન અને આર એન્ડ ડી ના હેડ તરીકે સેવાઓ આપી ચુક્યા છે.

પ્રો પરિમલ વ્યાસ છેલ્લા સાત વર્ષથી MS યુનિવર્સિટીના વાઇસ ચંસેલર રહેલા હતા. ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવ કેમેસ્ટ્રીમાં માસ્ટરી ધરાવે છે. આજે સરકાર તરફથી નવા વીસીના નામની જાહેરાત કરવામાં આવી છે અને આજે જ પ્રો. પરિમલ વ્યાસનો અંતિમ દિવસ હતો તેથી તેમનો વિદાય સમારંભ પણ આજે જ યોજાયો હતો. તેમને વિદાય આપવા માટે સેનેટ હોલમાં યુનિવર્સિટીનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

બે દિવસ પહેલાં જ ફર્નિચર ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ફર્નિચર ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગ (Education Department) પણ હરકતમાં આવ્યું છે. આ કેસમાં ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચ્યા હતા અને તપાસ અધિકારીએ યુનિવર્સિટીમાં તપાસ કરી નિવેદનો નોંધી અહેવાલ તૈયાર કર્યો છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ફર્નિચર ખરીદીમાં ગેરરીતિ થઇ હોવાનો એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો છે. પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ આ મામલે ફરિયાદ પણ કરી હતી. જેને ધ્યાને લઇને આ અંગે તપાસ શરુ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચી તપાસ કરી હતી. તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીને મળ્યા હતા અને તેમની ફરિયાદને સાંભળી હતી, ત્યાર બાદ યુનિવર્સિટીના એડમીન વિભાગમાંથી નિવેદનનો પણ નોંધ્યા હતા. જેનો અહેવાલ તૈયાર કરીને ડોક્ટર સ્મિતા છાબ શિક્ષણ વિભાગને સુપરત કરશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

RTI કરીને ફર્નિચરના કામની વિગતો મંગાઈ હતી

પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ RTI કરીને ફર્નિચરના કામ અંગેની વિગતો માગી હતી. જેના જવાબમાં યુનિવર્સિટી દ્વારા જે નોર્મ્સના આધારે કામ કરવામાં આવ્યુ તેની વિગતો આપવામાં આવી. જો કે પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીના જણાવ્યા અનુસાર સરકારના જે નોર્મ્સ છે તેના આધારે કામ થયુ નથી. જે અંગે પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબને દસ્તાવેજો પણ બતાવ્યા હતા.


આ પણ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રીજી વખત બીન સચિવાલયની પરીક્ષા મોકૂફ રખાઈ, 13 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરીક્ષા

આ પણ વાંચોઃ Ahmedabad: બિલ્ડરો જૂથો પર ઇન્કમટેક્સ વિભાગનો સાપટો, શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા

Next Article